જમ્યા પછી ક્યારેય ન કરવાં એટલા કામ, થઈ શકે છે આવા ખરાબ હાલ!!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આયુર્વેદ અનુસાર કોઈ કામો એવાં હોય છે જેને કરવાથી પાચન ક્રિયા તીવ્ર થાય છે. ઉપરાંત કોઈ કામ આનાથી વિપરીત હોય છે કે, જેને કરવાથી આપણા શરીર પર ઉલટી અસર કરે છે. નીચે દર્શાવેલ કામો ભોજન કર્યા પછી ક્યારેય ન કરવા જોઈએ. આમ કરવાથી આપણી તબિયત પર તેની ખરાબ અસર પડે છે.effects of work after eating

ફળ ન ખાવા:

કહેવાય છે કે ફળ ભોજન કર્યા પછી ખાવા જોઈએ.પરંતુ આ ઘણા ઓછા લોકો જાણે છે કે, ખાધા પહેલા અને ખાધા પછી તરત જ ફળ ખાવા એ લાભદાયી નથી. જમ્યા પછી તરત જ ફળ ખાવાથી શરીરને નુક્શાન પહોંચાડી શકે છે. આમ કરવાથી ગેસની સમસ્યા થાય છે.

ચા-કોફી ન પીવા:

જે લોકો ચા-કોફી પીવાના શોખીન હોય તે ભોજન બાદ આને પીવાનું પસંદ કરે છે. ભોજન પછી તરત જ આનું સેવન કરવાથી ભોજન પચાવવામાં તકલીફ પડે છે, અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

ન્હાવું ન જોઈએ:

ઠીક સમયે ન્હાવું અને ખાવું એ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે કે, જેનો ખાવાનો અને ન્હાવાનો સમય નિશ્ચિત ન હોય. જમ્યા પછી તરત જ ન્હાવું તે સૌથી વધારે નુકશાનકારક માનવામાં આવે છે. આમ કરવાથી પેટની ચરબી વધે છે અને પાચનક્રિયા પણ ધીમી પડી જાય છે.

ધૂમ્રપાન ન કરો:

આમ તો કોઈપણ સમયે ધૂમ્રપાન ન કરવું જોઈએ. જે શરીર માટે અત્યંત નુકશાનકારક છે. પરંતુ ભોજન બાદ તરત જ ધૂમ્રપાન કરવું તે ઘાતક સાબિત થઈ શકે છે. આમ કરવાથી કેન્સરની સંભાવના વધી જાય છે.

બેલ્ટને ઢીલો ન કરવો:

અમુક લોકોની ટેવ હોય છે કે, પોતાની કેપેસીટી કરતા વધારે ખાઈ લે છે અને ત્યારબાદ પોતાનો બેલ્ટ ઢીલો કરી દે છે. આમ કરવું પેટ માટે સારું નથી. આમ કરવાથી શરીરની પાચનક્રિયા મંદ પડવા લાગે છે, ખાવાનું સારી રીતે ન પચવાથી અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે.

ક્યારે સૂવું નહીં:

ઘણા લોકો ભોજન કર્યા બાદ સૂવાનું પસંદ કરે છે, પરંતુ જમ્યા પછી એ શરીર માટે નુકસાનકારક નીવડે છે. જમ્યા પછી તરત સૂવાથી ભોજનનું પાચન યોગ્ય રીતે થતું નથી, જેને પરિણામે મોટાપો, ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!