ધોનીને આર્મીમાં માનદ્દ લેફ્ટેનન્ટ કર્નલની રેન્ક આપવામાં આવી છે, 2 મહિના સુધી હવે ધોની આર્મીમાં તાલીમ લેશે.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ભારતીય ટિમને વર્લ્ડ કપમાં સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર મળતા , વર્લ્ડ કપ જીતવાનું  સ્વપ્નું માત્ર સ્વપ્ન બનીને રહી ગયું. ભારતને આ હારનો સામનો કરવો પડ્યો જે ખૂબ જ નિરાશાજનક ઘટના બની હતી પરંતુ ભારતીય ટિમ સારો દેખાવ કર્યો હતો વર્લ્ડ કપમાં. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે  ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપ બાદ નિવૃતિ લેશે. જ્યારે આ વાત સામે આવી ત્યારે જાણવા મળ્યું કે સૌ કોઈ ધોનીને આ નિર્યણ માટે સૌ કોઇ નકારી હતી.

હાલમાં જાણવા મળ્યું છે કે ધોનીને આર્મીમાં  માનદ્દ લેફ્ટેનન્ટ કર્નલની રેન્ક આપવામાં આવી છે.  ધોની બે મહિના સુધી આર્મીની ટ્રેનિંગ લેવાનો છે. જાણવા મળ્યું છે કે આ તાલીમ તે  જમ્મુ-કશ્મીરમાં લેવાનો છે. કશ્મીરમાં ધોની ભારતીય લશ્કરની કોઈ સક્રિય ફરજ નહીં બજાવે. એ માત્ર સૈનિકો સાથે તાલીમ જ લશે. ભારતના લશ્કરી વડા જનરલ  બિપિન રાવેતે  ધોનીની વિનંતીને મંજૂર રાખી છે.

આ  પહેલા પણ  ધોનીએ અગાઉ ભારતીય લશ્કરી સત્તાવાળાઓને લેખિતમાં વિનંતી કરી હતી કે એને બે મહિનાનો સમય તેની પેરેશૂટ રેજિમેન્ટ નામની બટાલિયન સાથે વિતાવવો છે.  વર્લ્ડ કપમા મેચ બાદ ટિમ ઈન્ડિયાને  વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાનું  હતું પરંતુ ધોનીએ  ભારતીય ટીમમાંથી પોતાને બાકાત રાખવામાં આવે એવી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને વિનંતી કરી હતી અને આ વાત બોર્ડએ સ્વીકારી…

2 મહિના સુધીનો સમય હવે ધોની આર્મીમાં તાલીમ લેશે.  તેમના ચાહકો તો ઈચ્છે કે ધોની નિવૃતિના લઈ. વર્લ્ડ કપની મેચમાં પણ ધોની છેલ્લે સુધી રમ્યો હતો, ત્યારે સૌ કોઈને આશ હતી કે સેમી ફાઇનલમાં ઈન્ડિયાની જીત થશે, પરંતુ  રન આઉટના લીધે ભારતના હાથમાં વર્લ્ડ લેવાનું સવ્પ્ન પૂરું થઈ ગયું. ઇંગલેન્ડ અને ન્યુજીલેન્ડનો મેચ રામાઈ રહ્યો હતો ત્યારે સૌ કોઈ ન્યુઝીલેન્ડની જીતની  પ્રાથના કરતું એ સૌ કોઈ જાણે છે. આખરે વર્લ્ડ કપ ઇંગેલેન્ડ લઈ ગયું એ પણ પોતના આંગણે. જીત ભલે ઇંગેલેન્ડની થઈ પરંતુ લોકોનું દિલ તો  ન્યુઝીલેન્ડ જીતી લીધું.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!