ચારે કોર જેનો જય જય કાર થઈ રહ્યો છે, તે ઢબુડી મા પર લાગ્યા ઢોગ ધતિંગના આરોપ !

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

શ્રદ્ધા અને વિશ્વાસ આ બંને ફર્ક કઈ નથી, આપણે ભગવાન પર શ્રદ્ગા છે એટલે વિશ્વાસ છે. આજે આપણે ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખીએ છીએ. જ્યારે કોઈ આપની આસ્થા સાથે વિશ્વાસઘાત કરે ત્યારે આપણે ભગવાન પરથી પણ વિશ્વાસ ઉડી જાય છે! આપણે  ઓએમજી અને પિકે જેવા મૂવી જોયા છે જેમાં બતાવામાં આવ્યું છે કે  આજે સૌ કોઈ ધર્મ ન નામે અને ભગવાનના નામે તેનો બીઝનેસ કરતાં હોય છે.

આપણે કોઇ  ધર્મ વીશે કે કોઈ  વ્યક્તિ વીશે નથી બોલતા પરંતુ જ્યારે હકિકત સામે આવે ત્યારે આપણી ભક્તિ પર આપણે  સવાલો થાય છે. એવું નથી કે આપણે ખોટા છીએ, કે  આપણી આસ્થા ખોટી હતી. ખોટું એ હતું કે જેના પર આપણે આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો. આજે   હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઑ છે જેના અલગ મંદિરો અને તેના રક્ષકો છે.

સમયની સાથે આપણે ઘણું બધુ જોઈયુ છે, છતાં પણ આપણે આપણો વિશ્વાસ અડગ રાખીએ છીએ. આજ કાલ સોશીયલ મીડિયામાં ઢબુડી મા ના ખૂબ ચર્ચા થઈ રહયા છે. આપણે હકીકત જાણતા નથી એટ્લે આપણે સવાલો ના ઉઠાવી શકીએ કે ઢબુડી મા શું હકીકતમાં છે પણ ખરા ? આજે  સમાચારો અને ન્યુઝ ચેનલમાં પણ  ઢ્બુડીમા ના ચર્ચા થઈ રહ્યા છે.

આ મંદિર ઉપાલામાં આવેલું છે જ્યાં રાજ રાજેશ્વરી  ઢબુડીમાં પૂજાય  છે, જેના લાખો ભાવિ ભક્તો છે, આ લિસ્ટમાં રાજકારણીઓ થી લઈને મોટા ઉધોગપતિઑ પણ સામેલ છે. આજે  જ્યારે  ઢ્બુડીમાં  ધતિગ બહાર આવ્યા છે, ત્યારે પણ તેમના ભક્તોની લાગણીઓ તેમના તરફ છે. આમ પણ જ્યારે આજે આશારામ જેલમાં છે છતાં પણ લોકો તેમણે ભગવાન જેવા  માને છે. રામ રહિમના કાંડ બહાર આવ્યા ત્યારે પણ લોકો તેમણે સાચા માનતા હતા. પાછું ફરી એકવાર ધર્મ ના નામે  ચાલતા ધંધા વીશે આ  બહાર આવ્યું છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે  ઢબુડીમા  તરીકે ઓળખતા વ્યક્તિનું નામ  ધનજી ઓડ છે, વાતો  તો અનેક થઇ રહી છે પણ જ્યાં સુધી  સાચી હકીકત બહાર ના આવે ત્યારે આપણે  પણ કાઇ કહી ના  શકીએ, સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ  વયક્તિએ મા બનીને લાખો ભાવિ ભક્તોને છેતરયા છે અને કરોડોની સંપતિ પણ બનાવી છે. ત્યારે  ઢબુડીમા નું કહેવું છે કે લોકો તેની મરજીથી આવે છે અને જે પણ પૈસા આવે છે તે લોકો ના કલ્યાણ માટે અને સેવા અર્થે વપરાય છે, મારા દ્વારે આવેલું કોઈ વ્યક્તિ ભૂખ્યું નથી જતું.હા એવું જાણવા પણ મળ્યું છે કે ઢબુડી મા ચોકલેટના ખૂબ શોખીન છે. તેમના ભવાઇ ભક્તો તેમના માટે પ્રસાદરૂપે લાવે છે.  જ્યાં સુધી હકિકત સામે ના આવી શકે ત્યાં સુધી આપણે પણ કાઈ ના બોલી શકીએ કે શું ખરેખર ઢબુડી મા છે  કે પછી કોઈ ધર્મ નામે ધતિગ ઢોગ કરી રહ્યું છે..?

ગુજરાતી જમાવટની ટીમ દ્વારા લખવામાં આવેલો આર્ટિકલ જો તમને ગમ્યો હોય તો, લાઈક કરીને વધુને વધુ શેર કરો. આ પેજ પર મુકવામાં આવતા આર્ટિકલના લખાણને કોપી ન કરવું, જો એવું થશે તો સાઇબર ક્રાઈમ હેઠળ ગુન્હો નોંધવામાં આવશે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!