ચંપકચાચાની બીમારીના લીધે દયાબેન ગોકુલધામ પરત ફરવા મજબૂર થશે ? દયાબેનની વાપસીના એંધાણ દેખાય રહ્યાં છે…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આસીત મોદી પર જાણે સંકટ આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક પછી એક કલાકાર સિરીયલ છોડીને જઇ રહ્યા છે, ત્યારે હવે ફરી એકવાર દર્શકોને મોટો ઝટકો લાગશે, સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે બાવરી આ શો છોડીને જતી રહી છે, ત્યારે ફરી એકવાર જાણવા મળ્યું છે કે આ સિરિયલમાં દયાબેનની વાપસીના એંધાણ દેખાય રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.

આપણે સૌ કોઈ જોયું છે કે જેઠાલાલ સતત આ વાતનો ઉલ્લેખ કરી રહ્યા છે કે દયા વગર જીંદગી બેકાર થઇ ગઇ છે. આખુ ઘર અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ટીવીના સૌથી પોપ્યુલર શોમાંથી એક તારક મહેતા માં દયા બેન એકવાર ફરીથી ગોકુલધામમાં જોવા મળી શકે છે. હવે જોવાનું રહ્યું કે શું હવે દયાબેન ફરી આવશે કે નહીં ?


દયાબેન એન્ટ્રી થઈ શકે છે કારણ કે ચંપકચાચાની તબિયત ખૂબ ખરાબ થઇ જશે જે બાદ દયાબેનને અમદાવાદથી ગોકુલધામ પરત ફરવા મજબૂર થવું પડેશે. શોમાં બતાવવામાં આવશે કે ચંપક કાકાની તબિયત ખૂબ ખરાબ થઇ જાય છે અને જેઠાલાલને દયાબેનની ખોટ વર્તાય છે. જેઠાલાલ હાલત ખરાબ થાય છે ત્યારે દયાબેનની એક વખત ફરીથી શોમાં એન્ટ્રી થઇ જશે.


જેઠાલાલ પહેલાથી જ ઘરની હાલતને લઇને ચિંતિત રહે છે એવામાં તેને બાઘાનો ફોન આવે છે. અને તે તેમના સપના અંગે કહે છે કે તેન સપનામાં દેખાયું કે બાપુજીની તબિયત ખૂબ ખરાબ થઇ ગઇ છે અને પથારીમાંથી ઉઠી શકતા નથી બાધાની વાત સાંભળીને જેઠાલાલ બાપુજીના રૂમમાં તેમની સાથે સૂઇ જવાનો નિર્ણય કરે છે. હવે જોવાનું રસપ્રદ રહેશે કે દયાબેનની શોમાં વાપસી થશે કે નહીં?

જો શોમાં દયાબેનનની વાપસી થાય છે તો ગોકુલધામની સાથે-સાથે દર્શકોમાં પણ ખુશી જોવા મળે છે. કારણકે ફેન્સ પણ ઘણા સમયથી દયાબેનની રાહ જોઇ રહ્યા છે

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!