જાણો ડાંગ જીલ્લામાં આવેલા ‘ગુજરાતનાં સ્વર્ગ’વિશે

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ગુજરાતના ડાંગ જીલ્લામાં આવેલું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા નેશનલ હાઈવે 953 પર આવેલું છે. તે સોનગઢ અને પીપલગાઉ(મહારાષ્ટ્ર)ને જોડે છે. સમુદ્રતટથી લગભગ ૧૦૦૦ મીટર ઉપર આવેલા સાપુતારા તાલુકામાંથી સર્પગંગા નદી વહે છે.આવો જાણીએ સાપુતારાનો સંક્ષિપ્ત ઇતિહાસ…

એવું કહેવામાં આવે છે કે વનવાસ દરમિયાન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણજીના પગલાં આ ધરતી પર પડીચૂક્યા હતા અને કૌરવોના શિકારી કૂતરા જેવા ગુપ્તચરોની બાજ નજરથી બચવા વનવાસમાં તેરમાં વર્ષે પાંડવોએ પણ અહીંની‘પાંડવા ગુફા’માં આશ્રય લીધો હતો. સર્પગંગા નદીના કિનારા પર સાપોનો ઢેર જોવા મળ્યો હતો, તેથી આ તાલુકાનું નામ‘સાપુતારા’ પડ્યું.

સાપુતારામાં જોવાલાયક સ્થળો :

બગીચાઓ, મ્યુઝિયમો, પેડલ નૌકા, કેબલ કારની સવારી, ટ્રેકિંગ, ફોટોગ્રાફી જેવા તમામ શોખો એક જ જગ્યાએ પૂરા થઈ શકે તો?? પ્રકૃતિનો એવો જ અનેરો સંગમ અહીં સાપુતારામાં જોવા મળે છે. ચાલો જાણીએ સાપુતારાના રમણીય સ્થળો વિશે..

  1. સનરાઈઝ પોઈન્ટ:

સાપુતારાથી વઘઇ જતા રસ્તે ૧.૫ કીમીના અંતરે આવેલ આસનરાઈઝ પોઈન્ટનો નજારો જોવા લોકો વહેલી સવારમાં જ ઉમટી પડતા હોય છે.ખીલતા સુર્યને પ્રકૃતિમાં રંગ પૂરતા જોવાનો નજારો જ કંઈક અલગ છે.

  1. સનસેટ પોઈન્ટ/ ગાંધી શિખર:

આ સ્થળ સાપુતારાથી થોડું દૂર આવેલું છે.

  1. બગીચાઓ:

અહીં ત્રણ અદભુત બગીચાઓ આવેલા છે- જેમ કે રોઝ ગાર્ડન, લેક ગાર્ડન અને સ્ટેપ ગાર્ડન. વિશાળ સંખ્યામાં અવનવા ગુલાબોપથરાયેલો બગીચો રોઝ ગાર્ડન તરીકે ઓળખાય છે. અલગ અલગ ડિઝાઈનમાં સજાવેલા ફૂલોનો બગીચો સ્ટેપ ગાર્ડન તરીકે ઓળખાયછે. સાપુતારા તળાવના કાંઠે આવેલો બગીચો લેક ગાર્ડન તરીકે ઓળખાય છે. સૌંદર્યનો આવો અદભુત નજારો સહેલાણીઓ માટે એકજબરદસ્ત આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

  1. બોટનીકલ ગાર્ડન:

સાપુતારાથી ૪૫ કીમીના અંતરે આવેલું અને ૨૪ હેકટરમાં પથરાયેલું લગભગ ૧૪,૦૦૦ અવનવી વનસ્પતિઓથી સજ્જ આગાર્ડન અચૂક જોવાલાયક સ્થળ છે.

આ ઉપરાંત ઝરખ, ચોસીંગા, જંગલી ભૂંડ, ચિતળ તથા હજારો જંગલી સસલાં મુક્તપણે વિહાર કરતાં જોવા મળે છે. સૌંદર્યની ઝાંખીકરાવતી ઊંડી ખીણો લીલીછમ હરિયાળીના વાઘા પહેરીને બેઠી હોય તેવું લાગે છે.

  1. ગીરાધોધ:

જુલાઈ માસ દરમ્યાન ઊંચા પર્વતો પરથી ઊંડી ખીણમાં પડતા નાના મોટા જળધોધ જીલ્લાના અગાધ સૌંદર્યને ચાર ચાંદ લગાવી દેછે, તો વઘઇ પાસે આવેલો વિખ્યાત ગીરાધોધ અને ડાંગના ગીચ જંગલો તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર મહાલ નજીકનો ગીરમાળ ધોધઅચૂકપણે ફરવાલાયક સ્થળોની યાદીમાં સામેલ થાય છે. ચોમાસા દરમ્યાન બમણી સંખ્યામાં પર્યટકો અહીં જોવા મળે છે.રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા તો એક સર્વાંગ સુંદર ગિરિનગર તરીકે ઉભરી રહ્યું જ છે, પરંતુ સમસ્ત ડાંગ જિલ્લો તેનાઅડાબીડ જંગલો આસમાનને આંબતા પર્વતો તેમજ ઊંડી ખીણોને કારણે એક ખૂબસૂરત પર્યટનધામની ગરજ સારે છે.

  1. ઉન્નાય માતા મંદિર:

વઘઇથી ૬૮ કીમી ના અંતરે આવેલું આ માતાજીનું મંદિર એક ઉત્તમ ધાર્મિક સ્થળ છે. અહીં હોટ સ્પ્રિંગ ફોલ પણ આવેલો છે.જટિલ દર્દોથી છુટકારો પામવા અહીં લોકો ખાસ સ્નાન કરવા આવે છે.

  1. મ્યુઝિયમ:

આદિવાસી લોકોની જીવનધારા દર્શાવતું આ મ્યુઝિયમ ત્યાંના પહેરવેશ, ઘરેણાંઓ, વર્લી ચિત્રકામ, અને રોજિંદા જીવનમાં ઉપયોગીવસ્તુઓને પ્રસ્તુત કરે છે. આ મ્યુઝિયમ સવારે ૧૦:૩૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

આ ઉપરાંત ઈકો પોઈન્ટ, સાપુતારાનો સાપ, જૈન મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, સ્વામિનારાયણ મંદિર, બ્રહ્માકુમારીઝ જેવા અનેકજોવાલાયક સ્થળો છે.

તોઆ હતીસાપુતારામાં જોવાલાયક સ્થળોની ટચૂકડી યાદી…સાપુતારા સાથે જોડાયેલી આપની યાદો જણાવો નીચે કોમેન્ટબોક્સમાં…

Thank you,

Have a great day…!!!

Author: Morvee Raval #TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!