આ ફિલ્મના 11 સોન્ગ માટે ખર્ચ કર્યા આટલા કરોડ રૂપિયા!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

એબીસીડી અને એબીસીડી2ની સફળતા બાદ હવે ફરી એકવાર વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની અપકમિંગ ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ફિલ્મની ખૂબ જ રાહ જોવાય રહી છે! આ એક ડાંસ ઝૉનર ફિલ્મ છે. ત્યારે ચાલો જાણીએ કે  ફિલ્મમાં 11 ડાન્સ સોન્ગ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે   સ્ટ્રીટ ડાન્સર અત્યાર સુધીની સૌથી મોંઘી ડાન્સ ફિલ્મ છે. ફિલ્મના બધા સોન્ગની કોરિયોગ્રાફી રાહુલ શેટ્ટીએ કરી છે. આ પહેલાં રાહુલે ‘રેસ 3’, ‘એબીસીડી’, ‘હાઉસફુલ 4’ અને ડીજે બ્રાવોના ગીતો પર ડાન્સ ડિઝાઇન કર્યા છે.

View this post on Instagram

We dance to express not to impress ⚡️

A post shared by Varun Dhawan (@varundvn) on

રાહુલ શેટ્ટીએ કહ્યું કે, એક્ઝેટ ફિગર તો ખબર નથી પણ દરેક ગીતની કોરિયોગ્રાફીમાં 40થી 50 લાખનો ખર્ચ થયો છે, જે અમારી ફિલ્મના ક્લાઈમેક્સ વાળા ગીતો છે, તેમાં સ્ટેજ ઘણા મોટા છે અને 100થી વધુ જૂનિયર ડાન્સર્સ પણ સામેલ છે.   રીતના સોન્ગનું બજેટ તો 50 લાખથી વધુ જ છે. આ ગીતો ભારતમાં જ શૂટ થયા છે. લંડનમાં જે ગીતો શૂટ થયા છે તે બધાનું બજેટ હાઈ છે.

આ રીતના કુલ 11 ગીતો 5 કરોડના બજેટમાં શૂટ કરવામાં આવ્યા. અમે લંડનના મોટા ક્લબ અને કાફેમાં સોન્ગ શૂટ કર્યા છે. અમે કુલ 40થી 50 દિવસ થયા હતા. ક્લાઈમેક્સ વાળા ગીતો માટે જે લેવીશ સેટ બન્યા હતા, તે ભારતમાં અમે 50થી 60 દિવસ રાખ્યા હતા. લંડનમાં જે કાસ્ટ અને ક્રૂ હતી, તેમાં 70 લોકો હતા.

રાહુલે વધુમાં કહ્યું કે, આ મૂળ રૂપે ડાન્સ કોમ્પિટિશનને ડેડિકેટેડ ફિલ્મ છે, જેમાં અલગ-અલગ દેશોના ડાન્સર્સ એક બીજા સાથે સ્પર્ધા કરે છે. એવામાં લંડનમાં અમે ત્યાં રહેતા વિવિધ દેશના લોકોને પણ કાસ્ટ કર્યા. પાકિસ્તાનથી લગભગ 20થી 30 સ્ટુડન્ટ્સને કાસ્ટ કરાયા, જે લોકો ત્યાં ડાન્સિંગ શીખી રહ્યા હતા. અમેરિકન મૂળના પણ 20થી 25 લોકોને કાસ્ટ કર્યા. આયર્લેન્ડ, સ્વિત્ઝરલેન્ડ અને કોરિયા વેગેરેને મેળવીને છ થી સાત દેશના સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સને હાયર કરવામાં આવ્યા, જે પોકેટમની માટે શૂટિંગ કરી લેતા હતા.’


વરુણ અને શ્રદ્ધાએ ફિલ્મ શરૂ થતા પહેલા લગભગ 3 મહિના સુધી પ્રેક્ટિસ પણ કરી. એ દરમિયાન તેઓ ઘણીવાર ઘવાયા પણ બંનેએ પોતાની ડાન્સ પ્રેક્ટિસ પર બ્રેક મારી નહીં. આ દરમિયાન બંને પોતાની અલગ અલગ ફિલ્મોમાં પણ વ્યસ્ત રહ્યા. ઉલ્લેખનીય છે કે, જ્યાં લીડ સ્ટારકાસ્ટે પ્રેક્ટિસ માટે ત્રણ મહિનાનો સમય લીધો ત્યારે રિહર્સલ માટે જૂનિયર ડાન્સર્સે કુલ નવ મહિનાનો સમય લીધો.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!