મહારાષ્ટ્રની સરકાર લોકલ ટ્રેન બંધ કરવાનું વિચારી રહી છે! જાણો તેનું કારણ…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, મહારાષ્ટ્રની સરકાર લોકલ ટ્રેન બંધ કરવાનું વિચારી રહી છે.આ ખબર સાંભડીને મુંબઈવાસીઓને સૌથી વધારે ઝટકો લાગી શકે તેમ છે, કારણ કે લોકલ ટ્રેનમાં દરરોજ 18 લાખથી વધારે યાત્રાળૂઓ મુસાફરી કરે છે. જો આ ટ્રેન બંધ કરવાનું વિચારે તો ઘણા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે.ચાલો ત્યારે જાણીએ કે શા માટે સરકાર આવી વિચારર્ણા કરી રહી છે.

Image result for mumbai local train

આપણે સૌ કોઈ જાણીએ છે કે દેશમાં કોરોના વાઈરસએ આંતક મચાવ્યો છે, ત્યારે આ વાયરસ ઈન્ડિયામાં પણ જોવા મળ્યો છે. અત્યાર સુધી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 129 કેસ સામે આવી ચૂક્યા છે. 17 માર્ચે જ પાંચ નવા કેસ સામે આવ્યા છે.લદ્દાખમાં વધુ ત્રણ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં બે કેસ લેહ અને 1 કારગિલ જિલ્લાનો છે. 10 માર્ચે દેશમાં કુલ 50 સંક્રમિત હતા. કુલ સંક્રમિતોમાં 17 વિદેશી નાગરિકો પણ સામેલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી 12 સંક્રમિત સ્વસ્થ થઈ ચૂક્યા છે.

Image result for mumbai local train

કોરોના વાઈરસના કારણે મહારાષ્ટ્રમાં એક વ્યક્તિનું મોત થતા અને 38 કેસ પોઝિટિવ આપતા ઉદ્ધવ સરકારે તેની ગંભીરતાથી નોંઘ લીધી છે. સાવચેતીના પગલારૂપે ઉદ્ધવ સરકાર મુંબઈમાં લોકલ ટ્રેનને થોડા દિવસ માટે બંધ રાખવાનું વિચારી રહી છે. સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ મંગળવારે આ જાણકારી આપતા કહ્યું હતું કે મુંબઈ લોકલ ટ્રેન, મેટ્રો રેલ, મોનોરેલ અને અન્ય જાહેર પરિવહનોને બંધ કરવામાં આવી શકે છે.

Image result for coronavirus india

મહારાષ્ટ્ર કેબિનેટમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે પછી નિર્ણય લેવાશે.દિલ્હીમાં રાજઘાટ અને લાલકિલ્લાને પ્રવાસીઓ માટે 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!