ભારતીય સંસ્કૃતિ અપનાવો અને કરો કોરોનાને અલવિદા…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

તાજેતરમાં કોરોના વાયરસ દ્વારા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે, ત્યારે હવે ભારતમાં પણ તેના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. આ બાબતે પીએમ મોદી અને સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે કોરોના વાયરસથી ડરવાને બદલે તેના વિષે જાણકારી મેળવી અને અમુક બાબતોનું ધ્યાન રાખવાથી કોરોના વાયરસના સંસર્ગમાં આવવાથી બચી શકીએ છીએ.

Image result for coronavirus

આ દરમિયાન અભિનેતા અનુપમ ખેરે પણ એક વિડીયો જાહેર કર્યો છે. જેમાં તે કહે છે કે, “ભારતીય સંસ્કૃતિને ફરીથી ઉજાગર કરો અને શેકહેન્ડ કરવાને બદલે, ગળે લાગવાને બદલે આપણી જૂની પરંપરા મુજબ બે હાથ જોડીને નમસ્તે બોલવાનું શરૂ કરી દેવું જોઈએ.” આ નમસ્તે અભિયાનને ટ્વિટર સહિત સમગ્ર સોસિયલ મીડિયામાં સારો આવકાર મળ્યો છે. પ્રધાનમંત્રિશ્રિ નરેન્દ્રભાઈ મોદીએ પણ કહ્યું હતું કે, “જ્યાં વધુ લોકો એકઠા થતાં હોય ત્યાં જવાનું ટાળવું.”

Image result for corana virus anupam

આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસનું ઉદગમ સ્થાન ચાઈના પ્રગતિના પંથે આગળ વધતાં વધતાં સંસ્કૃતિ અને પ્રકૃતિનું સતત હનન કરતું રહે છે, જો કે કોરોના વાયરસ નામક અજગરના ભરડામાં આવતાની સાથે જ ચાઇના સહિત ઘણા દેશોએ ભારતીય સંસ્કૃતિને અપનાવવાનું શરૂ કર્યું છે. જેમાં સૌ પ્રથમ તો શાકાહાર તરફ વળવાનું ઉત્તમ પગલું લેવામાં આવ્યું છે, ત્યારબાદ વ્યક્તિના મૃત્યુ બાદ તેને અગ્નિદાહ આપવો અને હવે આ નમસ્તે અભિયાન. ખરેખર નમસ્તે અભિયાન થકી કોરોના વાયરસ સામે લડી શકવાની ઉત્તમ બુદ્ધિશક્તિ પ્રદાન કરનાર ભારતીય સંસ્કૃતિને કોટિ કોટિ વંદન છે.

Image result for corona virus narendrmodi

નજીકના સમયે જો કોઈ મેળાવડા કે જાહેર પ્રસંગમાં જવનું થાય તો તમે હાથ મિલાવવા કેર ગળે લાગવાને બદલે બે હાથ જોડી નમસ્તે કરવાની શરૂઆત કરી દેજો. કારણ કે ભારતીય સંસ્કૃતિ થકી ભૂતકાળમાં પણ ઘણા કટોકટીના સમયે યોગ્ય દિશાસૂચન મળેલું છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!