હોમ મેડ મિલ્ક આઈસક્રીમનો સ્વાદ… ચાલો જાણીએ આ આઇસ્ક્રીમની બનાવવાની રીત…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ ઉકળતા તાપથી રાહત મેળવવા આપણે ફ્રૂટ્સ, શેક્સ,શ્રીખંડ,વગેરે જેવી વસ્તુઓનો સહારો લેતા હોઈએ છીએ,બરાબર ને..? ત્યારે ઘરમાં બધાં લોકોને આ ઉનાળામાં ઠંડુ,ઠંડુ ખાવાનું મન થતું જ હોઇ છે ત્યારે આપણે  બહાર ખાવા જઇ છે, પણ જો ઘરમાં જ આપણે  સ્વાદિષ્ટ આઇશ્ક્રીમ બનાવી  શકીએ છે,  તો  આજે આપણે સુપર યમ્મી હોમ મેડ કોકોનટ મિલ્ક આઈસક્રીમ તમે ઘરે કઈ રીતે બનાવી શકો છો તે માટે ચાલો નોંધી લો આ રહી રીત…  Coconut milk ice cream

Coconut milk ice cream

  • સામગ્રી:

4 કપ દૂધ, 1 કપ મિલ્ક પાવડર, 1 કપ પાણી, 2 નંગ નાળિયેર, 300 ગ્રામ ક્રીમ, 13 ચમચા ખાંડ.

  • રીત:
  • સૌ પ્રથમ દૂધને ગરમ કરી ઠંડુ પાડી લો. બીજી બાજુ છીણેલું નાળિયેર લઈ તેમાં એક કપ પાણી અને એક કપ દૂધ ભેળવી તેને લિક્વિડાઈઝ કરી લો.
  • કપડાં વડે આ નાળિયેરના દૂધને ગાળી લો.
  • હવે 2 કપ દૂધ ગરમ કરો. બાકીના ઠંડા દૂધમાં મિલ્ક પાવડર નાખી મિક્સ કરો અને ગરમ દૂધમાં તેને મિક્સ કરો. પછી ગાળી ને ખાંડ ઉમેરી દો.
  • ત્યારબાદ ખાંડવાળું દૂધ અને નાળિયેરવાળું દૂધ ભેગા કરી ક્રીમ નાખીને બરાબર ફીણી લો.
  • પછી મિશ્રણને એરટાઈટ ડબામાં ભરી ફ્રીજમાં 10 થી 12 કલાક સુધી મૂકી સેટ થવા દો.
  • સેટ થયેલા આઈસ્ક્રીમને બહાર કાઢી લિક્વિડાઈઝ કરી ફરી ફ્રીઝમાં મૂકી દો.
  • સેટ થયેલા આઈસ્ક્રીમના ટુકડા કરી અથવા તો સ્કુપ રીતે સર્વ કરો…!!!
  • નોંધ: મિલ્ક પાઉડર ઉમેરતી વખતે બરાબર હલાવતા રહેવું, જેથી ગઠઠા ન પડે.

Thank you,

Author: Morvee Raval #TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!