મુખ્ય મંત્રી મમતાજી એરપોર્ટ પર મોદીજીના પત્ની જશોદા બેનને જોઈને દોડીને મળવા ગયાં, ભેટ સ્વરૂપે આપી આ ખાસ વસ્તુ…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

જશોદાબેન આ નામ સૌ કોઈને યાદ હશે, યાદ આવ્યું આ નામ ! હા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી ના ધર્મ પત્ની જશોદા બહેનનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે મોદીજી એ પ્રધાન મંત્રી પદે ઉમેદવારી નોંધાવી હતી. સૌ કોઈ  ચોંકી ગયાં હતા. આ નામથી દેશ ભરમાં ચકચાર માંચી ગયો હતો અને જશોદા બહેન ચર્ચામાં રહ્યા હતા. ત્યારે આજે આપણે સૌ કોઇ જાણીએ છીએ મોદીજી અવાર-નવાર ચર્ચામાં રહ્યા હતા કે ક્યાં કારણે તેમણે આ સંબધ છુપાવ્યો હતો, આજે જશોદા બહેન મોદીજીના ધર્મ પત્ની તરીકે ઓળખાય છે, હાલમાં ફરી એકવાર  તેમના વીશે ખબર વાયરલ થઈ રહી છે.

મમતા બેનર્ર્જી  મોદીજી સાથે બનતું ના બનતું એવું લાગી રહ્યું છે, આ વખતે ઈલેકશનમાં સૌથી બંગાળ ચર્ચામાં રહ્યું હતું અને સૌથી વાદ-વિવાદમાં મમતાજી ચર્ચામાં રહ્યા હતા. અમિત શાહ અને મોદીજી એ બંગાળમાં ગઢ જીતવામાં સફળ થઈ ગયાં હતા.  ત્યારે હાલમાં મમતાજી પણ ચર્ચામાં આવ્યા છે, ત્યારે ચાલો જાણીએ કે ક્યાં કારણે ચર્ચામાં રહ્યો હતો…

આજના દિવસે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતા એરપોર્ટ પર પીએમ નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન સાથે મુલાકાત કરી. આ કારણે  તેઓ ચર્ચામાં  રહ્યા હતાં. મમતા કોલકાતા એરપોર્ટ પરથી નવી દિલ્હી જવા માટે ફ્લાઈટમાં બેસવા જતા હતા, એ સમયે મમતાજી તમામ વાદ-વિવાદ ભૂલીને  મોદીજીના પત્ની  જશોદાબેનને જોયા તો મળવા દોડી ગયા…

 

મુલાકાત દરમિયાન મમતા બેનર્જીએ જશોદાબેનને ભેટ પણ આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન બંને વચ્ચે સુખદ વાતચીત થઈ. મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝારખંડના ધનબાદની બે દિવસની યાત્રા કર્યા બાદ જશોદાબેન પાછા આવી રહ્યા હતા. સૂત્રના જણાવ્યા અનુસાર, જશોદાબેને સોમવારે પશ્ચિમ બંગાળના પશ્ચિમ વર્ધમાન જિલ્લાના આસનોલમાં કલ્યાણેશ્વરી મંદિરમાં પૂજા કરી હતી. આસનોલ ધનબાદથી લગભગ 68 કિલોમીટર દૂર છે. ‘આ મુલાકાત અચાનક થઈ હતી. બંને વચ્ચે અભિવાદન થયું અને વાતચીત થઈ. મમતાજી પોતાના ગઢમાં જશોદા બહેનનું સ્વાગત કર્યું હતું અને  આ સીવાય જશોદાબેનને એક સાડી પણ ભેટમાં આપી.’

હાલમાં સોશીયલ મીડિયામાં  આ તસવીરો બહુ વાયરલ થઈ રહી છે.  ત્યારે  તમને જણાવી દઈએ કે, મમતા બેનર્જી બુધવારે પીએમ મોદી સાથે મુલાકાત કરવાના છે. આ દરમિયાન તેઓ પશ્ચિમ બંગાળના બાકીના ફંડ જેવા મુદ્દો વિશે વાત કરશે. આ  પહેલા  મમતાજી  જશોદા  બહેનને  મળવા  માટે  સામે ગયાં  આ જોઈને  સૌ  કોઈ  આશ્ચર્ય થઈ ગયાં.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!