ચીનમાં 2 કરોડ લોકોને પોતાના જ ઘરમાં રહેવું પડયું છે નજરકેદ!! જાણો શુ છે તેની પાછળનું કારણ.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ચીનમાં અત્યારે કટોકટી જેવી સ્થિતિ સર્જાયેલી છે. ના કોઈ રાજનૈતિક કારણોથી નહીં પરંતુ એક વાયરસના કારણે લોકોને પોતાના ઘરમાં નજરકેદ રહેવું પડયું છે.વાત જાણે એમ છે કે ચીનમાં હાલ કોરોના નામક વાયરસ અતિ ખતરનાક સાબિત થયેલ છે.

Image result for china korea virus

આ વાયરસનો 630 જેટલા લોકોને ચેપ લાગેલો છે, તો 17 જેટલા લોકો આ વાયરસના કારણે મૃત્યુ પામેલ છે. જેથી આખા ચીનમાં હાલ ખોફનો માહોલ સર્જાય ચુક્યો છે.

Image result for china korea virus

ખાસ કરીને ચીનના વુહાન પ્રાંતમાં આ વાયરસ અતિ માત્રામાં જોવા મળેલ છે. સંશોધનો પર નજર કરીએ તો સિફૂડ અને પશુબજારના કારણે આ વાયરસ વાતાવરણમાં ફેલાયેલો છે.ચીની નવું વર્ષ આવે તે પહેલાં ત્યાંની સડકો પર લોકો મોટી સંખ્યામાં નીકળી પડતા હોય છે, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે કારણે ત્યાંના 5 મોટા શહેરોમાં રહેતા 2 કરોડ જેટલા લોકોને ઘરની બહાર ન નીકળવાનું ફરમાન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. માત્ર ચીન જ નહીં આપણાં દેશમાં પણ કોરોના વાયરસની ભીતિ સેવાઇ રહી છે. ચીનથી આવતા મુસાફરોની સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહી છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!