ટીમ ઈન્ડિયાનાં સુપરફેન દાદી ચારુલતાબેન પટેલનું નિધન ! જાણો કોણ હતા ચારુલતાબેન…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

સમય સાથે ઘણું બધુ બદલાય જાય છે ! આ  વાતથી કોઈ  પણ અજાણ નથી કારણ કે સૌ કોઈ જાણે છે કે જ્યારે સમય તેની કરવટ બદલે છે, ત્યારે ઘણું બધુ બદલાય જાય છે. જુલાઇ-2019માં જ્યારે વર્લ્ડકપ રમાઈ રહ્યો હતો, ત્યારે એક વૃદ્ધ મહિલા ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. સોશીયલ મીડિયામાં તેમની ખૂબ જ ચર્ચા થઈ રહી હટતી. ખૂબ ટિમ ઈન્ડિયાના  ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનાં સુપરફેન તરીકે જાણીતા થયેલાં ચારુલતાબેન પટેલનું નિધન થયું છે. એ 87 વર્ષનાં હતાં. ગયા વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આઈસીસી ODI વર્લ્ડ કપ રમાઈ હતી ત્યારે વ્હીલચેરગ્રસ્ત ચારુલતાબેન ભારતની મેચો જોવા સ્ટેડિયમમાં જોવા મળ્યાં હતાં.

ચારુલતાબેનની  તસવીરો આજે ફરી સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે તેનું કારણ એ છે કે હાલમાં દૂ:ખ સમાચાર જાણવા મળ્યા છે કે ચારુલતાબેન પટેલનું 13 જાન્યુઆરીએ અવસાન થયું હતું, એવી જાણકારી એમનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપવામાં આવી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘મારા દાદીનું 13 જાન્યુઆરીએ સાંજે 5.30 વાગ્યે નિધન થયું. એ અમારાં સૌનાં પ્રિય હતાં.’

View this post on Instagram

2nd wicket celebrations

A post shared by Charulata Patel |Cricket Daadi (@cricket.daadi) on

આ સમાચાર જાણ્યા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આજે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે. બોર્ડે કેપ્શનમાં લખ્યું છે: ‘ટીમ ઈન્ડિયાનાં સુપરફેન ચારુલતા પટેલજી કાયમ અમારાં દિલમાં રહેશે અને ક્રિકેટની રમત પ્રત્યેનો એમનો પ્રેમ અમને પ્રોત્સાહન આપતાં રહેશે. ઈશ્વર એમનાં આત્માને શાંતિ આપે.’

ચારુલતાબેન ગયા વર્ષના જુલાઈમાં બર્મિંઘમના એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની રાઉન્ડ-રોબિન મેચ જોવા ગયાં હતાં. ભારતીય ટીમની દરેક બાઉન્ડરી વખતે તાળીઓ પાડીને અને નાનાં બાળકો વગાડે એવું વાજું  વગાડીને ટીમને બિરદાવતાં રહીને ચારુલતાબેને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. એ આખી મેચ વખતે તેઓ તિરંગો ફરકાવતાં અને ટીમ ઈન્ડિયાને ભારે ઉત્સાહપૂર્વક ચીયર કરતાં જોવા મળ્યાં હતાં.

ત્યારે હવે ચારુલતાબેન પટેલ આપણી વચ્ચે તો નથી રહ્યા પરંતુ તેઓ હમેશા યાદગાર બનીને રહેશે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!