છકડો રિક્ષાનું ઉત્પાદન થયું બંધ, શું ખરેખર છકડો ઇતિહાસ બની જશે! જાણો સંપૂર્ણ વિગતો…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

સમગ્ર સૌરાષ્ટ્રના ગામડે ગાજી રહેલો છકડો હવે નિવૃતિ તરફ જઇ રહ્યો છે, છકડોએ ગામડાના લોકો માટે જરૂરી વાહન છે, જયાં સરકારી બસોના પહોંચે ત્યાં છકડો પહોંચી જાય છે. આજના યુગમાં પણ ગામડાના લોકોનું લોકપ્રિય વાહન હોય તો એ છકડો છે. બહારથી આવતા લોકોને પણ આ છકડામાં બેસવાનું મન થઈ જાય, ગ્રામ્યલોકો માટે છકડોએ મર્સિડીઝ કરતાં પણ વધુ મહત્વનું વાહન છે. છકડાની તો વિશેષતા જ કાઇંક અલગ છે.

મોટરકાર, રિક્ષા, વિમાન, આવા વાહનોમાં તો લોકો  બેસતા જ હોય છે, પરંતુ છકડામાં બેસવાની મજા જ કઇંક વિશેષ છે. છકડામાં બેસવા માટે કોઇ લીમીટેડ વ્યક્તિઓની જગ્યા નથી હોતી. જયાં સ્ટેન્ડ આવે એટલે લોકો છકડામાં બેસે અને ઉતરે આમ છેક ગામડે-ગામડે છકડો તેની મોજમાં લોકોને તેની મંજિલ સુધી પોહચાડે છે. હવે તો આ છકડો બસ ઇતિહાસમાં સમાઇ જશે, કારણ કે ભારતના ત્રીજા નંબરની ઓટો રિક્ષા કંપનીએ છકડાનું ઉત્પાદન હવે બંધ કરવાનો  નિર્ણય લીધો છે.

છકડો રિક્ષા ઉત્પાદક કંપની અતુલ ઓટો દ્વારા છકડો રીક્ષાનું ઉત્પાદન કંઇક આવા જ કારણોસર બંધ કરવા નક્કી કરાયું છે. જો કે, પાછલા વર્ષોમાં છોટા હાથી, દોસ્ત, મેજીક, સહિતના નાના ગુડ્સ વ્હીકલોની હરિફાઇમાં છકડો હાંફી રહ્યો હોય તેથી તેની માંગમાં પણ ઉત્તરોત્તર ઘટાડો થયો હોવાનું બહાર આવ્યું છે.

છકડાનું નામ પડે આ એટલે આ રિક્ષા બનાવતી ભારતની ત્રીજી કંપની રાજકોટ સ્થિત અતુલ ઓટો લિમિટેડનું નામ સૌથી પહેલા જ યાદ આવે, ખરું ને! ગ્રામિણ વિસ્તારોમાં અને એમાં’ય ખાસ કરી ને સૌરાષ્ટ્રના ગામડાંઓમાં આજે પણ પરિવહન માટે છકડો એ મુખ્ય સાધન છે, ત્યારે હવે અતુલ ઓટો કંપની છકડાનું ઉત્પાદન હવે બંધ કરી દેશે. જેનું એક માત્ર કારણ એ છે કે, તાજેતરમાં ભારત સરકારે પ્રદૂષણ અને માર્ગ સલામતીને લગતા ધોરણોને વધુ કડક બનાવ્યા છે. જેને છકડો પરિપૂર્ણ કરી શકે તેમ નથી અને તેથી જ અતુલ ઓટોએ છકડાનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો. આ ઉપરાંત મોડર્ન ટ્રાન્સપોર્ટેશન હવે વધુ સરળ બન્યું હોય છકડાની માગમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે.

છકડાનો જન્મ વર્ષ 1970ના દાયકામાં થયો. જ્યારે જયંતિભાઈના પિતા જગજીવનભાઈ ચાંદ્રાને પોતાની જૂની ગોલ્ફ કાર્ટ વાપરવા માટે આપેલી. આ સમય દરમિયાન સૌરાષ્ટ્રના ગ્રામ્ય પરિવહન એક મોટી સમસ્યા હતી. છકડો લોકો માટે પરિવહન અને માલવાહક માટે ઉપયોગી બની રહે તે માટે તેનું ઉત્પાદન શરૂ કર્યું અને ત્યાર પછી તો છકડાનો દાયકો આવી ગયો અને છકડો ગામડાના લોકોનું એક મહત્વનું સાધન બની ગયું. બાપ-દિકરાના વિચારથી આ છકડાનો ઉદ્દભવ થયો અને લોકોને પરિવહનનું એક વાહન આપ્યું. ગામડાના લોકો માટે આ એક અનેરી ભેટ હતી, ત્યારે હવે આ છકડો વિદાય લઈ રહ્યો છે.

છકડા હવે એક ઇતિહાસ બની જશે. 1990 દાયકા પછી છકડાનો સુવર્ણયુગ બની ગયો હતો, ત્યારે હવે છકડો આ મોર્ડનયુગમાં હવે વિદાય લઈ રહ્યો છે. જયારે છકડો પરિવહનનું સાધન હતું, ત્યારે છકડાએ લોકોની જરૂરીયાત પૂરી કરી હતી.

 

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!