આ કેકની એક બાઇટ ખાવા માટે પણ તમારે લોન લેવી પડશે ! જાણ શું ખાસીયત છે આ કેકમાં…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

સોશીયલ મીડિયામાં અવાર-નવાર આપણે કિસ્સાઓ સાંભડતા હોય છીએ. ત્યારે હાલમાં એક એવો રેકોર્ડ બનાવામાં આવ્યો છે, જેના વિશે તમે જાણીને ચોંકી જશો. શું તમને કેક ખાવી પસંદ છે ? જવાબ હા હશે કારણ કે કેક કોને ના ભાવે ! આજે દરેક લોકો પોતાના જન્મદિવસ પર કેક ખાતા નથી પરંતુ એક બીજાના મોઢા પર લગાડવામાં વધુ આનંદ ઉઠાવતા હોય છે. પરંતુ જ્યારે તમે એક એવી કેક વિશે જાણશો કે જેના એક બાઇટ માટે પણ તમારે લોન લેવી પડશે.સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે હાલમાં સોશીયલ મીડિયામાં એક ખૂબસુરત છોકરીની તસવીર વાયરલ થઈ રહી છે પરંતુ જાણીને નવાઈ લાગશે કે આ એક કેક છે . વધારે ચોંકાવનારી વાત એ છે કે, આ દુનિયાની સૌથી મોંઘી કેક છે.

આ કેક બ્રિટનની સેલિબ્રિટી કેક ડિઝાઈનર ડેબી વિંઘેમ્સે બનાવી છે. આ કેકનો રેકોર્ડ નોધવામાં આવ્યો છે.આ કેકની કિંમત 7 કરોડથી પણ વધુ છે. આને બનાવવામાં 10 દિવસથી વધુનો સમય લાગ્યો છે .ખાસ કરીને આ કેકને બનાવવામાં 1000 અસલી મોતી લાગ્યાં છે. આ ઉપરાંત તેમાં 5 હજાર ફૂલ, 1 હજાર ઈંડા, 25 કિલો ચોકલેટનો ઉપયોગ કરાયો છે. આ કેકનું વજન આશરે 100 કિગ્રા છે.

વિશ્વના કોઈ પણ વ્યક્તિએ અત્યાર સુધી આટલી મોંઘી કેક કોઈએ બનાવી નથી. માત્ર ડેબીના નામે જ આ રેકોર્ડ નોંધાયેલો છે. માત્ર આ કેક નહીં પરંતુ ડેબીનો કેક બનાવવાનો અંદાજ એકદમ અલગ છે. તે ખુરશી, સોફા, કુંડા જેવા જુદા-જુદા શેપમાં કેક બનાવે છે. આપણે સૌ કેકને માત્ર વેડફી નાખીએ છે પરંતુ જ્યારે આ કેકની વાત આવે તો તમે આ કેકને ખાતા પહેલા પણ સો વાર વિચાર કરશો કારણ કે જ્યારે એક બાઈટ કેકની ખરીદવા જશો ત્યારે તમારે તેના માટે પણ લોન લેવી પડશે.

આપણે સોશીયલ મીડિયામાં અવાર-નવાર આવા રેકોર્ડ નોધાતા હોય છે. ત્યારે હાલમાં આ કેક વિશે સોશીયલ મીડિયામાં બહુ ચર્ચા થઈ રહી છે. આ કેકને પહેલી નજરે જોતાં તમને નહીં લાગે કે આ કેક છે, કારણ કે તે હુબેહૂબ એક સુંદર યુવતીની પ્રતિકુર્તિ છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!