જોહ્ન કેડબરીએ ચા- કોફીની દૂકાનથી શરૂ કેરેલો બીઝનેસ, આજે કેડબરી વર્લ્ડ બની ગયો…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજે આપણે ચોકલેટની દુનિયાની સફર કરીશું. હા ! ચોકલેટ વર્લ્ડની સફર પર આપણે જવાનું છે. ડેરી મિલ્ક ચોકલેટ સૌ કોઈની ફેવરેટ છે , પરતું શું તમે જાણો છોકે આ કેડબરીનો જન્મ કઈ રિતે થયો ? ચાલો આજે આપણે જાણીશું ચોકલેટી દુનિયાનો જન્મ કઈ રીતે થયો અને કોના લીધે આજે વિશ્વભરમાં આજે કેડબરી આટલી બધી લોકપ્રિય છે.

ચોકલેટ કંપની સ્થાપના કરનાર જોન છે . જેનો જન્મ 271 વર્ષ પહેલા બર્મિઘમમાં થયો હતો. તેનો જન્મ એવા ધર્મમાં થયો હતો કે તે કોઈ પણ ધાર્મિક સ્થાન પર જવા માટે તેને કોઈ અનુમતિ ન હતી.જોનએ એક કોફીશોપમાં કામ કરવાનું શરૂ કર્યું, ત્યાર પછી સમય જતાં 1824માં તેને પોતાની ખુદની દૂકાન ખોલી.

દુકાન ખોલ્યાના ઘણા વર્ષો વીતી ગયા હતા, આટલા વર્ષના અનુભવમાં તેમને વિચાર આવ્યો કે લોકો ચા, કોફી કરતાં તેમની ચોકલેટ ડ્રિંક વધુ પસંદ કરે છે. 1831માં માત્ર ચોકલેટ ડ્રિંક પર વધુ ધ્યાન આપ્યું. 16થી પણ વધુ પ્રકારની ચોકલેટ ડ્રિંક સેલ કરવા લાગ્યા અને 15 વર્ષસુધીમાં તો તેઑ લોકપ્રિય થઈ ગયા.

1847 માં જોનએ તેના ભાઈ સાથે મળીને ચોકલેટની ફેકટરી શરૂ કરી અને તે સમયના રાણી વિકટોરિયાએ તેમણે રોયલ વોરંટ સર્ટિફિકેટ આપ્યું. આ સર્ટિફિકેટ એવા લોકોને આપવામાં આવતું જે ખાસ ગુણવતાને લીધે ઓળખાતા હોય. સમય સાથે કંપની ખૂબ પ્રખ્યાત થઈ ગઈ , પરંતુ મનભેદ થવાને લીધે જોન ભાઈ અલગ થઈ ગયો અને ત્યાર પછી જોન દીકરા રિચાર્ડ અને જોર્જને કારોબાર સોપી દીધો.

11 મે 1889માં જોનનું નીધન થયું આ પછી તમામ જવાબદારીઓ બંને દીકરાઑ પર આવી ગઈ. કેડબરી કંપની બીજા દેશોમાં પણ પોતાનું આગવું સ્થાન બનાવી લીધું હતું. ત્યાં પિતાના મોત  પછી બીજા વર્ષમાં રિચાર્ડનું પણ નિધન થઈ ગયું.

કેડબરીના સ્થાપજ જોજ માત્ર ચોકલેટની શરૂઆત કરી હતી પરંતુ તેના દિકરાએ 1905માં કેડબરીની સૌથી લોકપ્રિય ચોકલેટ ડેરી મિલ્કની શરૂઆત કરી. આ ચોકલેટ પર 1897થી આવિષ્કાર કરવાનું શરૂ હતું અને 1905માં જન્મ થયો ચોકલેટની દુનિયાનો.” ડેરી મિલ્ક “1948માં ડેરી મિલ્કએ ભારતમાં પાપા પગલી કરી અને આજે ભારતભરમાં ડેરીમિલ્ક લોકપ્રિય બની ગઈ.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!