ઝટપટ બની જતાં સ્વાદિષ્ટ નાસ્તાની સોલીડ રેસીપી

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ગૃહિણી હોય કે વર્કિંગ વુમન હોય, સવારે ઊઠીને સૌનો એકજ પ્રશ્ન હોય છે. આજે નાસ્તામાં શું બનાવું? એક તો સવારમાં થતી કામ માટેની દોડાદોડી અને ઉપરથી નાસ્તામાં શું બનાવવું એ ચિંતા! નાસ્તો પણ એવો કે જે સૌને ભાવે અને ઝટપટ બની જાય, તો આજે અહીં નાસ્તાની એવી રેસીપી આપી છે જે પૌષ્ટિક તો છે જ પણ ફટાફટ બની જાય એમ છે…

1.ચટપટી ભેળ:

સામગ્રી:

6 નંગ બ્રેડ, 3 ટમેટા બારીક સમારેલા, 2 સમારેલી ડુંગળી, 1 ચમચી આદુ મરચા, 1 ચમચો સમારેલી કોથમીર, 3 ચમચી ઘી/માખણ, 2 ચમચા મોળુ દહીં, 1 ચમચો ચીઝ છીણેલું, 1 મોટું કેપ્સિકમ બારીક સમારેલું, મીઠું મરી સ્વાદપ્રમાણે…

રીતઃ

  1. બ્રેડના નાના ચોરસ ટુકડા કરી લો, ડુંગળીને છીણી નાખો અને ઘી અથવા માખણમાં સાંતળી લો.
  2. સહેજ ગુલાબી રંગની થાય પછી તેમાં કેપ્સિકમના પીસ ઉમેરો, ત્યારબાદ ટમેટાનાં ટુકડા ઉમેરો અને બે મિનિટ સાંતળો.
  3. ત્યારબાદ તેમાં બ્રેડના ટુકડા નાખી દહીં, મીઠું, મરી નાખો. સ્વાદ પ્રમાણે ખાંડ અને લીંબુનો રસ નાખી શકાય.
  4. બે મિનિટ પછી કોથમીર નાખીને નીચે ઉતારો. ઉપર ચીઝનું છીણ નાખીને તરત જ સર્વ કરો. તેમાં નવીનતા લાવવા માટે તળેલા નુડલ્સ પણ ઉપરથી ઉમેરી શકો છો.

2. બ્રેડ ઉપમા

સામગ્રી:

6 સ્લાઈસ બ્રેડ, 10 પાન મીઠો લીમડો, 2 ટેબ.સ્પૂન તેલ, ¼ ટી.સ્પૂન રાઈ, ½ ટી.સ્પૂન અડદની દાળ, 1 ટી.સ્પૂન કાજુ ટુકડા, 1 કપ દહીં, 3 થી 4 નંગ લીલા મરચા ક્રશ કરેલા, સ્વાદ પ્રમાણે મીઠું, 1 નંગ ડુંગળી ઝીણી સમારેલી, ઝીણી સમારેલી કોથમીર, નાળીયેરની ચટણી

રીત:

  1. સૌપ્રથમ બ્રેડની કિનારી કાપી લઇ તેના નાના-નાના ટુકડા કરી વલોવેલા દહીંમાં પલાળી દેવા.
  2. બ્રેડ સોફ્ટ થાય ત્યાં સુધી પલાળવા દેવું.
  3. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં લીમડો, અડદની દાળ, કાજુ ટુકડા અને લીલા મરચા નાખી સાંતળી લો.
  4. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળી લો. ત્યારબાદ તેમાં દહીંમાં પલાળેલી બ્રેડ નાખી હલાવી લેવું.
  5. ગરમાગરમ ઉપમાને ઝીણી સમારેલી કોથમીર અને તળેલા કાજુ વડે ગાર્નીશ કરી નાળીયેરની ચટણી સાથે સર્વ કરવું.

 

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!