બોલિવૂડમાં દુઃખના વાદળો છવાયા! આ લોકપ્રિય અભિનેત્રીનું થયું અવસાન!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ વર્ષે બોલિવૂડ ઘણાં કલાકારો ફિલ્મની દુનિયાને અલવિદા કહ્યું છે, ત્યારે ફરી એકવાર જાણીતી અભિનેત્રીએ આ દુનિયાને અલવિદા કહ્યું છે. હાલમાં જ્યારે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો ઘરમાં બેઠા છે, કારણ કે કોરોનાની અસર તમામ લોકો પર પડી છે. ત્યારે આજે એક દુઃખ સમાચાર મળ્યા.

એક તરફ દેશ કોરોના સામે લડત રહી રહ્યો છે, ત્યારે બોલિવૂડ પણ તેમાં સહભાગી થયો છે. એક તરફ આ મહામારી અને બીજી તર

બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોના જમાનાનાં મશહૂર અદાકારાની મ્મીનું લાંબી બીમારીને અંતે 25 માર્ચે સાંજે અવસાન થયું. 87 વર્ષનાં નિમ્મી પાછલા ત્રણ દિવસથી મુંબઈના જુહુમાં આવેલી એક હોસ્પિટલમાં દાખલ હતાં. નિમ્મીના પતિ એસ. અલી રઝાનું 2007માં જ અવસાન થઈ ગયું હતું અને નિમ્મી પોતાની ભત્રીજી પરવીનની સાથે જુહુમાં રહેતાં હતાં.

નિમ્મીની અંતિમક્રિયા ગુરુવારે બપોરે કરવામાં આવશે. છેલ્લા થોડા સમયથી નિમ્મીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ઉપરાંત તેમને ડિમેન્શિયા એટલે કે યાદશક્તિ જતી રહેવાની પણ તકલીફ હતી.

નિમ્મીએ રાજ કપૂર, નરગિસ અને પ્રેમનાથ સ્ટારર ફિલ્મ ‘બરસાત’ (1949)થી ફિલ્મી કારકિર્દીની ધમાકેદાર શરૂઆત કરી હતી. એ પછી 1950ના દાયકામાં એમની અન્ય ફિલ્મો ‘દીદાર’, ‘આન’, ‘કુંદન’, ‘દાગ’, ‘બસંત બહાર’ વગેરેમાં પણ એમના અભિનયની ભારે પ્રશંસા થઈ હતી.નીમ્મીના પતિ એસ. અલીરઝાની રાઈટિંગ ક્રેડિટમાં ‘અંદાઝ’, ‘મધર ઈન્ડિયા’, ‘સરસ્વતીચંદ્ર’, ‘રેશમા ઔર શેરા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.આજે તેમના જવાથી ફિલ્મ જગતને તેમની ખોટ લાગશે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!