રાનુ મંડલ બોલીવૂડની સિંગર બની જતાં આવ્યું અભિમાન ! રાનું સાથે સેલ્ફી લેવા આવેલી આ મહિલા સાથે

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજનો દિવસ ખાસ છે કારણ કે આજના દિવસે રાનું મંડલનો જન્મ દિવસ છે, ત્યારે સૌ કોઈ જાણીને ચોકી જશે કે રાનુંએ તેના ચાહક સાથે કેવો વ્યવહાર કર્યો. આપણે સૌ જાણીએ છીએ કે પશ્ચિમ બંગાળના રાણઘાટ રેલવે સ્ટેશન પર ગીત ગોઈને ગુજરાન ચલાવતી રાનૂ મંડલનું આજે નસીબ ત્યારે સંપૂર્ણ પણે બદલાઈ ગયું સોશીયલમીડિયામાં જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારથી તે હવે લોકો માટે સેલિબ્રેટી બની ગઈ છે. તેને હિમેશ રેશમિયાએ પોતાની ફિલ્મમાં ગાવાની તક આપી અને તે અત્યારસુધીમાં 3-4 ગીતો ગાઈ ચૂકી છે.

આજે રાનૂ મંડલને જાણે તેની સફળતાના નશો ચડી ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈને ભલભલાને બે મિનિટ માટે ચોંકાવી દેશે. તમે જોઈ શકો છો કે આ વીડિયોમાં રાનૂએ તેની મહિલા ફેનને સાથે કેવો વર્તાવ કરી રહી છે. અને સીધી દેખાતી રાનૂ નાની એવી વાતમાં ભડકી ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Ranu Mondal⏺️ (@ranumondal.offical) on

રાનૂ મંડલ કોઈ જગ્યાએ ઊભી છે અને ચારે તરફથી લોકોથી ઘેરાયેલી છે. રાનૂનું ધ્યાન કોઈ બીજી તરફ છે અને ત્યાં જ તેની એક ફેન આવે છે. તે પહેલા રાનૂને અડે છે અને પછી તેનો હાથ પકડીને સેલ્ફી લેવા માટે કહે છે. મહિલાએ જેવો હાથ પકડ્યો પછી જે થયું એ તમે જોઈ શકો છો.

વીડિયોમાં રાનૂ મહિલાને કહી રહી છે કે, ‘તું મને અડી જ કેવી રીતે? હું હવે એક સેલિબ્રિટી છું. તારો આ રીતે મને અડવાનો મતલબ શું છે? વોટ ડુ યૂ મીન? આ બધું શું છે? આનો મતલબ શું છે?’ આપણે પણ જાણીએ છીએ કે રાનૂ મંડલ બોલિવુડમાં એક સફળ સિંગર બની ગઈ છે અને સફળતાના શિખરો સર કરી રહી છે.રાનૂ મંડલે આટલી ભીડમાં ખરાબ વર્તન કર્યું હોવા છતાં મહિલા ખોટું લગાડતી નથી અને તેને ફરી સેલ્ફી લેવા માટે રિક્વેસ્ટ કરે છે. રાનૂનો આ વીડિયો વાયરલ થતાં લોકો પણ હવે તેના વિશે ખરાબ-ખરાબ બોલી રહ્યા છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!