આ કારણે ઐશ્વર્યા રાય મિસ વર્લ્ડનો ખિતાબ જીતી, આ ખિતાબ જીત્યા બાદ તેની લાઇફ બદલાય ગઈ હતી…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

બોલીવૂડની સૌથી સુંદર અભિનેત્રીની પસંદગી કરવામાં આવે તો સૌથી પહેલું નામ ઐશ્વર્યા રાય હશે. હા સાચું કહ્યું, કારણ કે સુદંરતા નહીં પરંતુ સમજ અને સ્વભાવ પણ સારો હોવો જરૂરી છે. ભારત દેશમાંથી મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચૂકેલી સુષ્મિતા સેન, ઐશ્વર્યા રાય બચ્ચન, માનુષી છિલ્લર વગેરે આ વાતનું ઉદાહરણ છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે 2017માં મિસ વર્લ્ડ બનેલી માનુષી છિલ્લર તેની ઉદારતા અને જાગૃતિ ફેલાવવા માટે જાણીતી છે. ત્યારે ચાલો આપણે જાણીએ કે ક્યાં કારણે ઐશ્વર્યાએ આ ખિતાબની હકદાર હતી.

Mandatory Credit: Photo by REX/Shutterstock (237075c)
MISS INDIA – AISHWARYA RAI
AISHWARYA RAI, WINNER OF THE MISS WORLD CONTEST, SUN CITY, SOUTH AFRICA – 1994

મિસ વર્લ્ડના અંતિમ પડાવમાં જ્યારે ઐશ્વર્યાને પૂછવામાં આવ્યું હતું કે, મિસ વર્લ્ડમાં કયો ગુણ હોવો જોઈએ? જવાબ આપતાં ઐશ્વર્યાએ કહ્યું હતું, “ અત્યાર સુધી આપણે જેટલી પણ મિસ વર્લ્ડ જોઈ છે તેમનામાં દયા ભાવના છે. માત્ર દિગ્ગજો માટે નહીં જે લોકો પાસે કશું જ નથી તેમના માટે પણ દયા ભાવ છે. અમે એવા લોકોને જોયા છે જેમણે માણસે બનાવેલા સીમાડા- રાષ્ટ્રીયતા અને રંગભેદથી ઉપર ઉઠીને કામ કર્યું છે. આપણો દ્રષ્ટિકોણ તેનાથી પણ વિશાળ હોવો જોઈએ ત્યારે જ એક મિસ વર્લ્ડ મળશે. એક સાચા માણસ બનવાની જરૂર છે.”

આ જવાબ આપતા તેને સૌ કોઈનું દિલ જીતી લીધું હતું, જ્યારે 1994માં મિસ વર્લ્ડ યોજવામાં આવ્યો ત્યારે પેજેંટમાં 87 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ ત્યારે ઐશ્વર્યાએ ખૂબસૂરત જવાબ આપીને જજિસનું દિલ જીત્યું હતું. ભારતદેશનું ગૌરવ પણ વધાર્યુ, તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે ઐશ્વર્યા આ ખીતાબ જીતી ત્યારે તેની ઉંમર 21 વર્ષની હતી અને તે આર્કિટેક્ચરનો અભ્યાસ કરતી હતી.

મિસ વર્લ્ડ બન્યા પછી તેનું નસીબ બદલાય ગયું, તેને બોલીવૂડમાં એન્ટ્રી કરી. બોલીવૂડમાં આવ્યા પછી ઐશ્વર્યાનું નામ સલમાન ખાન સાથે સૌથી વધુ જોડાયુ હતું. આજે ભલે તે અભિષેકની પત્ની હોય પરંતુ એક સમયે બોલીવૂડ અને લોકો પણ જાણતા હતા કે ઐશ્વર્યા અને સલમાન ખાન બંને લગ્ન કરશે , પરંતુ તે ના બન્યું આજે ઐશ્વર્યા એક દીકરીનીમા છે અને સૌ કોઈ તેને બોલીવૂડના શહેશાહ અમિતાબજી પુત્રવધુ છે. આજે પણ ઐશ્વર્યા ખૂબસુરતીમાં પહેલા નંબરે છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!