બોલિવૂડના ફેમસ સિંગરની માતાનું થયું નિધન, અંતિમ સંસ્કારની વિધિમાં બોલીવૂડના કલાકારો પણ પોહચ્યાં…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

બોલીવૂડના લોકપ્રિય  સંગીત કલાકાર અને બિગબોસમાં ભાગ લેનાર અનુપ જલોટાની માતાનું નિધન થયું છે.19જુલાઇ તેમનું નિધન થઈ ગયું હતુ, 85 વર્ષની ઉંમરે લાંબી બીમારી બાદ તેમણે હિંદુજા હોસ્પિટલમાં પોતાના આખરી શ્વાસ લીધા હતા. 21 જુલાઇના રોજ એટ્લે કે રવિવારના દિવસે તેમની માતાનું અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી.

અનુપ  જલોટા નિધનથી સંગીતની દુનિયામાં શોકમય  વાતાવરણ છવાઈ ગયું હતું. આ અશુંભ પ્રસંગે બોલીવૂડથી લઈને સંગીતની દુનિયાના તમામ કલાકારો આવ્યા હતા.  અંતિમવિધિમાં બોલીવૂડના કલાકારો અનુપના આ દૂખ સમયમાં સહભાગી થવા આવ્યા હતા. હાલમાં અનુપ અને તેમની મા ઋષિ કપૂરની તબિયત પૂછવા ગયા હતા. ત્યારે આ તસવીર સોશીયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

અનુપ જલોટની  માના નિધન પહેલા જ 2014માં  અનુપની પત્ની મેઘાનું નિધન થયું હતું. મેઘાની કિંડની અને હાર્ટ ટ્રાસ્લ્પાપ્ટ કરવામાં  આવ્યું હતું. 59 વર્ષની ઉંમરે તેમનું પણ નિધન થઈ ગયું હતું. આ બાદ અનુપ બીજા લગ્ન નથી કર્યા.

જ્યારે બિગબોસમાં તેમનો સંબધ જસલીન સાથે જોડાયો ત્યારે તેઓ બોલીવૂડમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સૌ કોઈ જાણે છે કે આ બંનેના રિલેશેનશીપની ખબર બોલિવૂડમાં હેન્ડ લાઇન બની હતી, સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે આ બંને લગ્ન કરવાના છે.

અનુપએ એક ઇન્ટરવ્યૂ  દરમિયાન  કહ્યું હતું કે તે મારી સ્ટુડન્ટ છે .  અમારા બંને વચ્ચે બીજો કોઈ સંબધ નથી. હું તેનું કન્યાદાન પણ કરીશ. આ વાત પરથી જસલીન અને અનુપ સોશીયલ મિડીયામાં હોટ ટોપીક બન્યા હતા. સૌ કોઈને લાગી રહ્યું હતું કે આ બંને લગ્ન કરશે,  પરંતુ થોડા મહિનો બાદ સૌ કોઈ આ ખબરને ભૂલી ગયા અને બીજી અવનવી ખબરો સોશીયલ મીડિયામાં આવતી હોય છે.

હાલમાં તો અનુપની માના નિધનથી સૌ કોઇએ  દુખ વ્યકત કર્યું છે. અનુપએ તેના ઇનસ્ટાગ્રામ પર એક  તસવીર પણ શેર કરી છે, જેમાં તેમણે તેમની માતા પ્રત્યેની લાગણીઓ વ્યકત કરી છે. હાલમાં તેમના માંતાના નિધનથી  તેઓ ખૂબ દુખી થયા છે કારણ કે તેઓ તેમાંના આખરી સાથી હતા જે તેમના જીવનનો સંગાથ હતા. પત્નીના મોત બાદ અનુપ ખૂબ દુખી થઇ ગયા હતા ત્યારે તેમની માતાએ તેમને હિંમત આપી હતી.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!