બોલીવૂડના આ કલાકારો જે ડિવોર્સ લીધાં બાદ પણ તેની પહેલી પત્ની સાથે છે સંબધ…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

બોલીવૂડના કલાકારની  લાઈફ પણ મુવીની સ્ક્રીપ્ટ જેવી હોય છે, હા ! આ કોઈ મજાકની વાત નથી, આમ પણ બોલીવૂડના એક્ટરથી લઈને એક્ટ્ર્સ બધાંની લાઇફમાં ક્યારે કોની એન્ટ્રી થાયને કોની એક્સિટ ખબર ન પડે. બોલીવૂડમાં લગ્ન એટ્લે  ફિલ્મના લગ્નનું કોઈ શૂટિંગ. બોલીવૂડના ઘણા કલાકારોના લગ્ન સંબધ બહુ લાંબા સમય સુધી નહીં ચાલ્યા હોય. બોલીવૂડમાં ઘણાના  લગ્ન સંબધ લાંબા સમય સુધી ચાલ્યા, છતાં પણ કોઈ કારણસર અલગ થઈ જાય છે. આજે  એવા કલાકારોની વાત કરવાની છે, જેને ડિવોર્સ લઈ લીધો પણ પોતના સંતાનો માટે હમેશા  સાથે હોય છે. જેથી તેમને મમ્મી- પાપાનો પ્રેમ મળે.

સૈફ અલી ખાનએ કરીના કપૂર સાથે લગ્ન કર્યા બાદ પણ તેની પહેલી પત્ની સાથે સારા સંબધ છે. તેઓ બંને પોતાના સંતાનોની  પરવરિશ કરે છે. તેમના કરિયરના ડીસીઝન પણ તેઓ સાથે બેસીને લય છે, આ સિવાય અમૂર્તા આજે પણ સૈફની સાથે જોવા મળે છે. સૈફની બીજી પત્ની કરીના સાથે પણ તેનું સારું બોંડીગ છે.

મલાઇકા અરોરા અને અરબાઝ ખાન

મલાઇકાએ હદ કરી જ્યારે , 19 વર્ષના લગ્ન જીવનનો અંત કરી નાખ્યો, આજે મલાઇકા અર્જુન સાથે ખૂબ ચર્ચામાં છે, આ બંને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.અર્જુન સાથે રિલેશનમાં હોવા છતાં પણ મલાઇક અરબાઝ સાથે જોવા મળે છે. આજે પણ મલાઇકા અરબાઝ સાથે  સારી એવી મિત્રતા છે, બંને સાથે મળીને તેમના દીકરાનું ધ્યાન રાખે છે.

આમીર ખાન અને રીના દત્તા

આમિર ખાન અને રીના દત્તાએ બોલીવૂડની દુનિયામાં આવતા  પહેલા જ લગ્ન કરી લીધા હતા. આમિર ખાન જ્યારે બોલીવૂડમાં ડેબ્યું કર્યું ત્યારે આ વાત લોકોથી છુપાવીને રાખી હતી. 16 વર્ષ પછી બંને અલગ થઈ ગયા. આમિર અને રીનાને એક દીકરો અને એક દીકરી છે, જેના લીધે આજે પણ રીના  કિરણ આમિરની બીજી  પત્ની હોવા છતાં પણ તેની  સાથે સારા સંબધ રાખ્યા છે.

સુજૈન ખાન અને રિતિક રોશન 

રિતિક અને સુજૈન બંને એકબિજાથી અલગ પડી ગયા, પરંતુ આજે પણ હમેશા  તેઓ બંને સાથે જોવા મળે છે. ફિલ્મ કહો ના પ્યાર  હૈ પછી  તેને સુજૈન સાથે લગ્ન કરી લીધા અને તેને બે દીકરાઑ પણ છે, અચાનક આ બંનેએ અલગ થવાનું વિચાર્યું પણ નક્કી કર્યું તે બંને સારા મિત્ર તરીકે રહેશે અને બંને દીકરાઑની પરવરીશ સાથે જ કરશે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!