નુત્ય કરીને પોતાનું જીવન પસાર કરનાર આ યુવતી આજે ભારતદેશના સૌથી ધનિક વ્યક્તિની પત્ની છે.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

દેશના સૌથી અમિર બીઝનેસમેન એટલે મુકેશઅંબાણી જેને આખું વિશ્વ ઓળખે છે.  આજે તેમની ધર્મ પત્ની નીતા અંબાણીનો જન્મ દિવસ છે. ત્યારે ચાલો જાણીએ કઈ રીતે નીતા અંબાણી પરિવારની પુત્રવધુ બની. તમને જાણીને નવાઈ લાગશે કે એક સમયે નીતા અંબાણી સામાન્ય પરિવારથી હતી અને આજે તે દેશના સૌથી ધનિક વ્યક્તિની પત્ની છે.મુકેશઅંબાણી અને નીતા અંબાણીની લવ સ્ટોરી કઈ ફિલ્મ સ્ટોરી કરતાં પણ હટકે છે. મુંબઈના સિગ્નલ પર કાર રોકીને મુકેશ અંબાણીએ નીતાને પ્રપોઝ કર્યું હતું.

નીતા મુકેશને મળી એ પહેલા જ , ધીરૂભાઈ અંબાણીએ પુત્રવધુ તરીકે નીતાની પસંદગી કરી લીધી હતી. પહેલી નજરમાં ધીરુભાઈને નીતા પસંદ આવી ગઈ હતી અને તેમણે નક્કી કર્યું કે આ છોકરી અમારા અંબાણી પરિવારની પુત્રવધુ બનશે. નીતાની મુલાકાત ધીરુભાઈને એક કલ્ચર પ્રોગ્રામમાં થઈ હતી. નીતાને ડાન્સ અને મ્યુઝિક ખૂબજ રસ હતો. ત્યારે આ પોગ્રામમાં નીતાનો પર્ફોર્મન્સ ધીરુભાઈને એટલું ગમી ગયું કે ધીરુભાઈએ મનોમન તેમણે અંબાણી પરિવારની વહુ માની લીધી હતી. એક  દિવસે ધીરુભાઈએ નીતા વીશે પૂછપરછ કરી અને તેમના ઘરે ફોન કર્યો, ત્યારે ફોન પર જ્યારે ધીરુભાઈએ નીતા સાથે પહેલી વાર વાત કરી, ત્યારે નીતા માનવા તૈયાર ના હતી કે જે ફોનમાં વાત કરી રહ્યું છે તે ધીરુભાઈ હતા.

ધીરુભાઈ નીતા અને  તેના  પિતા તેની ઓફિસમાં બોલાવ્યાં  અને ત્યારે તેની સાથે વાત કરી અને મુકેશ સાથે તેમની મૂલાકાત કરાવી , ત્યારબાદ નીતા અને મુકેશ બંને દોસ્તબની ગયા. મુકેશ સાથે તેમના લગ્ન થવાના હતા એ નક્કી જ હતું પણ નીતા મુકેશ સાથે હજી લગ્ન કરવા માટે કન્ફર્મ ન હતી, કારણ કે તે હજી આગળઅભ્યાસ કરવા માગતી હતી.

એકવાર મુકેશ અને નિતા બહાર જઇ રહ્યા હતા, ત્યારે સિગ્નલ પર કાર ઉભી હતી ત્યારે મુકેશએ નીતાને પૂછ્યું,“વિલ યૂ મેરી મી“ આ સાંભળી ને નીતાએ મુકેશને કહ્યું કાર ચલાવો ટ્રાફિક વધી ગયું છે, લોકો હોર્ન પણ વગાડી રહ્યા છે, ત્યારે મુકેશ અંબાણી કહ્યું જ્યાં સુધી તારી હા નહીં આવે ત્યાં સુધી હું કાર નહીં ચલાવું. નીતાએ આખરે બોલી જ દીધું “આઈ વિલ, આઈ વિલ“ બસ પછી તો શું! નીતા અને અંબાણી લગ્નગ્રંથિ જોડાઈ ગયા.  આજે નીતા અંબાણી પરિવારની પુત્રવધુ છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!