ભવનાથ શિવરાત્રીના મેળા અંતર્ગત જૂનાગઢ મનપા દ્વારા થશે 6.63 કરોડના વિકાસ કાર્યો.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આગામી માર્ચ-2019 માં યોજાનાર શિવરાત્રીના મેળાને રાજ્ય સરકારે મીનીકુંભ મેળા તરીકે જાહેર કર્યો છે ત્યારે તેને અનુલક્ષીને જૂનાગઢ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં જૂનાગઢ તથા ભવનાથના વિકાસ કામોને મંજુર કરવામાં આવ્યાં છે. આ વિકાસકામોમાં કુલ 6.63 કરોડનો ખર્ચ કરવામાં આવશે.ભવનાથ શિવરાત્રી મેળામાં દરવર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતાં હોય છે. જેની સુખ સગવડો અને સલામતીને ધ્યાને લઈને કેટલાક વિકાસકામો કરવામાં આવશે. જેમાં ભવનાથમાં એલઇડી સ્ક્રીન, સ્ટ્રીટ લાઇટ્સ, હાઇમાસ્ટ ટાવર, સીસીટીવી કેમેરા, રસ્તાના વિકાસકામ કરવામાં આવશે. આ કામો બાદ શહેરની સુંદરતા તો વધશે જ સાથે સાથે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે અને આર્થિક સમૃદ્ધિ પણ વધશે.

વિકાસકામોના ખર્ચની યાદી:

એલઇડી સ્ક્રીન મૂકી તેનું 3 વર્ષ સુધી મેઇન્ટનન્સ કરવા રૂ. 2,55,44,600
એલઇડી સ્ટ્રીટ લાઇટ્સ ઈન્સ્ટોલેશન કરવા રૂ. 2,40,27,000
આંતરિક માર્ગોનું સમારકામ તથા સીસી રોડ બનાવવા રૂ. 85,10,900
હાઇમાસ્ટર ટાવર મુકવા તેમજ લાઇટિંગ પોલ માટે રૂ. 31,91,500
ભવનાથ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવા રૂ.14,93,600
રૂપાયતનથી પાર્કિંગ સુધી મેટલ રોડ બનાવવા રૂ.4,45,400
રબારીનેસ થી રિંગરોડ સુધી મેટલ રોડ બનાવવા રૂ. 4,13,000
આ ઉપરાંત જૂનાગઢ શહેર અને ભવનાથ સુધી આવતાં માર્ગોના વિકાસકામો ને મંજૂરી આપવામાં આવી છે.

#teamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!