પોતાની દીકરી હોવા છતાં પણ કહી ના શક્યો આ વાત પોતાનાં ભાઈને! મરતા સમયે ભાભીએ  દિયરને કહ્યું કઇંક આવું…  

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

સોશીયલ મિડીયામાં આપણે  અવાર-નવાર કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. ત્યારે હાલમાં જ એક સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પર એક વ્યક્તિએ પોતાની સમસ્યાનો  લોકો સમક્ષ મૂકી હતી. જ્યારે તમે આ સમસ્યા વિશે જાણશો તો તમે પણ ચોંકી જશો કારણ કે આ વ્યક્તિએ જણાવ્યુ હતુ કે તેના ભાઈની પત્ની સાથે તેનું અફેર હતું એ પણ જ્યારે તેના ભાઈના લગ્ન થઈ ગયા ત્યારે. દરમિયાન બંને વચ્ચે શારીરિક સબંધ પણ બંધાયા. ત્યારબાદ ડીમ્પલ ગર્ભવતી થઈ ગઈ હતી બંનેએ પોતાની પરસ્પર સહમતિથી નિર્ણય કર્યો હતો કે આ બાબતની જાણ તેના ભાઈ હેમંતને નહી, બન્યું પણ એવું જ ડીમ્પલ પ્રેગ્નેટ થવાથી તેનો પતિ પણ ઘણો ખુશ હતો.

ડીમ્પલે એક દીકરીને જન્મ આપ્યો કે જેનુ નામ મેરી રાખ્યું, ઘરમાં સૌ કોઈ હળી મળીને રહેતા હતા, સમય જતાં બધુ જ બદલાય ગયું જેમ મેરી મોટી થતી ગઈ તેમ તે રાજ જેવી લાગવા લાગી. ડીમ્પલનુ કહેવુ હતુ કે જે સમયે બંનેએ શારીરિક સબંધ બાંધ્યા હતા, તે મુજબ સંભાવના છે કે આ  દીકરી  હેમંત નહીં પરંતુ રાજની છે. આ ખબર સામે આવી ત્યાં ડીમ્પલની જિદગીમાં મોટી મુશ્કેલી આવી ગઈ. ડીમ્પલને કેન્સર હોવાથી તેનું મુર્ત્યુ થઈ ગયું અને ત્યાર પછી હેમંત પણ સાવ એકલો થયો ગયો અને મેરી સિવાય હવે હેંમત નો સહારો બીજું કોઈ ન હતું.

બીમારી દરમિયાન ડીમ્પલે આ વ્યક્તિને કહ્યુ હતુ કે તે ઇચ્છે છે કે હેમંત અને મેરીને આ વાતની જાણકારી થઈ જાય કે આપણી વચ્ચે શુ થયુ હતુ. તેણે એ વાતનુ પણ વચન લીધુ હતુ કે તે હેમંતને આ બધી વાત જણાવી દે. આ વ્યક્તિએ વધુમા લખ્યુ હતુ કે, ‘ગત મહિને ડીમ્પલનુ મોત થઈ ગયુ અને મે અત્યાર સુધી મારા ભાઈને અમારા બંનેના અફેર વિશે જણાવ્યુ નથી. ડીમ્પલના જવાથી જ હેમંત એટલો હતાશ છે અને મને આ બધું જણાવવાની જરા પણ હિંમત થઈ રહી નથી’. આ વ્યક્તિનુ કહેવુ છે કે, ‘હેમંત મેરીને પોતાની દીકરી માને છે અને તેને ખુબ જ પ્રેમ કરે છે. ડીમ્પલના ગયા બાદ મેરી જ તેનો એકમાત્ર સહારો છે. એવામા જ્યારે તેને જાણવા મળશે કે મેરી મારી દીકરી છે, તો ના જાણે તે શું કરી લેશે’.

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!