જાણો સંતાન પ્રાપ્તિ માટે ક્યો સમય યોગ્ય ગણાય છે!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજે આપણે વાત કરીશું સંતાનપ્રાપ્તિ માટે ક્યો સમય યોગ્ય ગણાય છે.ઘણા નવયુગલો હોય જે વારવાર  બેબી પ્લાનિગ કરી રહ્યા હોય છે.મહિનાઓ  સુધી પ્રયત્ન કરવા છતાં પણ જો સંતાનપ્રાપ્તિમાં સફળતા ન મળે તો તે ચિંતાજનક વાત છે.

આજના સમયમાં યુગલો પોતાની લાઈફમાં એટલા બીઝી થઈ જતાં હોય છે કે તેઓ લગ્નના વર્ષો વીતી ગયા પછી પણ બેબી પ્લાનિગ કરવાનું વિચારતા નથી. ક્યારેક પછી  એજ ગેપના કારણે  બેબી પ્લાનિગમાં પણ કયારેક સક્સેસ નથી મળતી. આજે આપણે બેબી પ્લાનિંગ વિશે જાણીશું કે ક્યો સમય સંતાન પ્રાપ્તિ માટે યોગ્ય ગણાય છે.

 

યોગ્ય સમય :     બેબી  કરવામાં જો સૌથી મોટું કોઇ અવરોધક પરિબળ હોય તો તે એ છે કે તેઓ યોગ્ય સમયે સમાગમ નથી માણતાં અને તેનું મુખ્ય કારણ એ છે કે ઘણી મહિલાઓ તેમના અંડબીજ પેદા કરવાના એટલે કે સૌથી ફળદ્રુપ સમયની યોગ્ય ગણતરી નથી રાખતી. મોટાભાગની મહિલાઓ એ બાબતને સારી રીતે જાણે છે કે ગર્ભાધાન માટે અંડબીજ પેદા થવું જરૂરી છે. જ્યારે અન્ય કેટલીક મહિલાઓ એ વાત નથી સમજતી કે સેક્સ માણતા પહેલાં અંડબીજ પેદા થવાની રાહ જોવાને કારણે તેઓ ગર્ભાધાન માટેનો તેમનો સૌથી શ્રેષ્ઠ ગાળો ગુમાવી દે છે.

જે  દિવસે માસિક આવે એને પહેલો દિવસ ગણો. સામાન્ય રીતે મોટાભાગની સ્ત્રીઓને તેમના માસિકના બારમાથી અઢારમા દિવસની વચ્ચે સ્ત્રીબીજ છૂટું પડતું હોય છે. આ દિવસોને ફર્ટાઇલ સમય ગણવામાં આવે છે. જો આ દિવસોમાં સંબંધ રાખવામાં આવે તો બાળક રહેવાની શક્યતા ખૂબ જ વધારે રહેતી હોય છે. 19થી 21 દિવસનો સમયગાળો relativly safe સમયગાળો ગણવામાં આવે છે. આ દિવસોમાં જો સંબંધ રાખવામાં આવે તો બાળક રહેવાની શક્યતા ખૂબ જ ઓછી છે માટે બાળક રાખવા માસિકના 12માથી 18મા દિવસની વચ્ચે દરરોજ સંબંધ રાખવાનો પ્રયત્ન કરવો જોઇએ.

સોર્સ – હેલ્થટિપ્સ

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!