“બાબુભાઇ સેન્ટિમેન્ટલ”  એક્શનની સાથે રોમાન્સ, જે કોલેજ લાઈફની યાદ અપાવશે.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ગુજરાતી ફિલ્મોની  પરિભાષા હવે ખૂબ જ બદલાય ગઈ છે, ત્યારે છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ત્યારે ફરી એકવાર દમદાર ગુજરાતી ફિલ્મ  દર્શકોનું   મનોરંજન કરવા માટે બોક્સ ઓફિસ પર આવી ગઈ છે ! ગુજરાતી ફિલ્મ ‘બાબુભાઇ સેન્ટિમેન્ટલ’ દર્શકોએ ટ્રેલરને  ખુબ જ વખાણ્યું છે. આ એક્શન થ્રિલર ફિલ્મ રીલીઝ થઈ ચૂકી છે.

ચાલો ત્યારે જાણીએ આ મૂવી વિશે…

આમ’ આપણે ગુજરાતી ફિલ્મનો યુગ ત્યાર થી જ બદલાય ગયો જ્યારે છેલ્લો દિવસ બોક્સ ફિલ્મ આવી. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ ગમી અને બસ ત્યાર પછી ફિલ્મ નિર્માર્તાઓને સમજાયું કે દર્શકોને કેવી ફિલ્મ જોવી પસંદ છે. છેલ્લો દિવસ પછી જે ફિલ્મો રીલીઝ થઈ તે દરકે ફિલ્મો આજના યુવા પેઢીઓને પોતાની તરફ આકર્ષિત કરી શકી છે.

આજે આપણે જે ફિલ્મની વાત કરીએ છે તે ફિલ્મનો હીરો તમે નરેશ કનોડિયાની યાદ અપાવશે. બાબુભાઇ સેન્ટિમેન્ટલ ફિલ્મમાં એક્શનની સાથે સાથે એડવેન્ચર અને ડ્રામાથી ભરપૂર ફિલ્મ છે. બાબુભાઇ સેન્ટિમેન્ટલ”ના મુખ્ય કલાકારોમાં નક્ષરાજ કુમાર તથા શિવાની જોશી છે. ઉપરાંત, નિસર્ગ ત્રિવેદી, કમલ સિસોદિયા તથા મયુર ચૌહાણ પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે. મિલન શર્મા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલ આ ફિલ્મનું લેખન રાજ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ફિલ્મના પ્રોડ્યૂસર્સ નિધિ મોરી અને વીના શર્મા છે.ફિલ્મમાં સ્પેશિયલ ઇફેક્ટ્સ અને એડિટિંગ ખૂબ જ મહત્વનું છે જે અમિત પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું મ્યુઝિક હિતેશ- વિવેકની જોડીએ આપ્યું છે.

ફિલ્મ સ્ટોરી :  પરિવારની જૂની દુશ્મની અને  સાથે કોલેજ લાઈફની મજા કરાવતી આ ફિલ્મ એક્શનની સાથે રોમાન્સથી ભરપૂર છે. જેમાં ગામડાના યુવાન જ્યારે શહેરમાં જાય છે અને ત્યાંની રહેણીકણીમાં કઈ રીતે પોતાને એડજસ્ટ કરે છે, તેમજ  ભૂતકાળનું તેના પરિવારને લગતું એક વેર પણ સંકળાયેલું છે, જે તેની કોલેજ લાઇફમાં ફરી સામે આવે છે. આ ફિલ્મ જરૂર જોવી જોઈએ અને તમને આ ફિલ્મની સ્ટોરી ન સમાતી હોય તો ફરી એકવાર આ ફિલ્મનું ટ્રેલર જોઈ લો… હા ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં હીરો તમને એક અનોખો હથિયાર સાથે જોવા મળશે ! ખાટલાનો પાયો.. બાબુભાઈ સેન્ટિમેટલ એટલે એક સીધો માણસ, જ્યાં સુધી કોઈ તેની સડી ન કરે તોહ… એક વાર આ ફિલ્મ જોવી જોઈએ. ભલે તમને એક્શન ફિલ્મ ન ગમતી હોય પરંતુ તમારી કોલેજના દિવસોને યાદ કરવા તો આ ફિલ્મ ભાઈબંધો સાથે જોવા જેવી છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!