તારક મહેતા સિરિયલ આજે સૌ કોઈને જોવી ગમે છે , કારણ કે આ સિરીયલ કોઈ કાલ્પનિક નહીં પરંતુ આપણાં લાઈફની દરેક મુવમેન્ટ આ સિરિયલમાં જોઈ શકીએ છે , આજે દરેકની સોસાયટીમાં પણ તમને ગોકુલધામ જેવા પાત્રો જોવા મળશે, તેમ આ સિરિયલ એવી વસ્તુઓ લોકોને દેખાડવામાં આવે છે જે આપણાં જીવનમાં ઘટેલી ઘટનાઑ છે, નહિ આવુ પણ આપણી લાઈફમાં બની શકે છે, બસ આ કારણે આ સિરિયલ જોવી ગમે છે.
આજે આપણે બહુ આ સિરિયલ વિશે ચર્ચા નથી કરવાની પણ આ સિરિયલના એક સૌથી લોકપ્રિય પાત્ર વિશે વાત કરવાની છે, આ પાત્ર હજી સુધી કોઈને નહીં સમજાયું, હા ! જેમ જેઠાલાલ અને બબીતાની જોડી છે એવી આ દેશમાં અનેક સોસાયટી અને ગામડામાં જોવા મળશે. આ પ્રેમ કોઈ સ્વાર્થનો નથી પરતું નિસ્વાર્થ પ્રેમ છે.
કોઈ વ્યક્તિ આપણાં જીવનમાં આવે, એ આપણાં માટે એટલું પ્રિય હોય છે કે તેની સાથે આપણી એક અલગ લાગણી બંધાય જાય છે. બસ આવું કઈક જેઠાલાલનું બબીતા સાથે છે. સવારે ઓફિસ જતી વખતેથી લઈને સાંજે ઘરે આવ્યા સુધીમાં જેઠાલાલને બાબીતજી ને જોવા જોઇએ.
હવે તમે જ કહો આ તે કેવો પ્રેમ ? ના પામવાની ઈચ્છા ના કોઈ સ્વાર્થ છતાં પણ એ વ્યક્તિ આપણી સાથે રહે તેવી ઈચ્છા હોય છે, તેની સાથે બોલવું, ફરવું, જમવું, દરેક પળ તેની સાથે વિતાવી એટેલે પ્રેમ. આ સિરિયલમાં પણ જેઠાલાલ અને બબીતાનો આવો પ્રેમ બતાવામાં આવ્યો છે. છેલ્લા 11 વર્ષથી આ સિરિયલ પ્રસારીત થય રહી છે ત્યારે આજ સુધી પણ એવું નહીં બન્યો હોય કે જેઠાલાલ અને બબીતાજી સાથે ના મળ્યા હોય.
આ સિરિયલની બબીતાજી જેમ રિલ લાઇફમાં જેટલા સુંદર છે, એટલા જ રિયલ લાઇફમાં પણ બસ માત્ર ફર્ક એટલો જ છે કે તેની લાઈફમાં કોઈ અય્યર કે જેઠાલાલ નથી, એકલું જીવન જીવતી મુંનમૂન દત્ત તેમની મા સાથે રહે છે. મુનમૂનને ફોટોગ્રાફી અને ટ્રાવેલિંગ ખૂબ શોખ છે, તે ઇનસ્ટામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર-નવાર તેના ફોટો શેર કરતી રહે છે, હાલમાં જ્યારે 15 ઓગસ્ટની તેમની તસવીર જોશો તો જેઠાલાલની જેમ તમે પણ તેના દીવાના થઈ જશો, એકવાર મૂનમૂન દત્તના ઇનસ્ટાની મુલાકાત કરો 100 % કહું છું કે પ્રેમ થઈ જશે ..
Comments
ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?
આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!