કૃષ્ણ જ્ન્માષ્ટમી આ વખતે છે બે અલગ અલગ તારીખે, જેના કારણે જન્મોત્સવ ઉજવવો કઈ તારીખે એ વિચાર જરૂર આવશે, તો જાણો સાચો દિવસ અને પૂજા વિધીના મુર્હુત.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

એક સમય હતો જ્યારે શ્રીકૃષ્ણની પૂજા ફક્ત ભારતના લોકો જ કરતાં હતા. પરંતુ હવે ઘણા બધા વિદેશીઑ પણ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ અથવા  ફોટાની પૂજા કરે છે. ઘણા બધા વિદેશી લોકો ભારત આવીને અહીના હિન્દુ ધર્મસ્થાન પર જાય છે અને ત્યાં જઈને બધી જ સારી સારી વાતોનુ અવલોકન કરે છે. અને પછી એ એ તમામ સારી વાતોને તેમની સંસ્કૃતિ સુધી પહોંચાડી રહ્યા છે. એટલે આજના સમયમાં ક્રુષ્ણજન્માષ્ટમીનો તહેવાર આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે. ક્રુષ્ણ જન્માષ્ટમીનું મહત્વ બ્રિટેન, યુ.એસ., રશિયા અને સાઉથ આફ્રિકામાં પણ વધારે છે. કૃષ્ણજન્માષ્ટમી પર આ સમયે પણ બે તારીખોમાં વહેચાઈ ગયો છે જેના કારણે લોકો મુંજવણમાં છે કે કયા દિવસે આ મહોત્સવ ઉજવવો? તો ચાલો આજે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું સાચો સમય.

કૃષ્ણ જન્મદિવસ આ વખતે બે તારીખમાં ઉલજી ગયો છે – 

હિન્દુ ધર્મ અનુસાર સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના જન્મમોત્સવને જન્માષ્ટમી કહેવાય છે. અને દર વર્ષે તિથીને લઈને લોકોમાં ઘણી દુવિધા રહે છે. જો તમને પણ આ વખતે તિથિને લઈને કોઈ સમજ નથી પડી રહી તો અમે તમને જણાવી દઈએ કે, આ વર્ષે જન્માષ્ટમી 23 ઓગસ્ટના અને 24 ઓગસ્ટના એમ બંને દિવસે ઉજવાશે. આમ જોઈએ તો કેટલાક સાધુ સંતો એક દિવસ પહેલા જ મનાવે છે. એમને આ દિવસ પવિત્ર લાગે છે. અને તેના આગળના દિવસે ગૃહસ્થ લોકો મનાવે છે.

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદ્રપદ એટ્લે કે ભાદો મહિનામાં (ગુજરાતમાં એ સમયે શ્રાવણ માસ ચાલતો હોય છે )  કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે રોહિણી નક્ષત્રમાં થયો હતો. જો અષ્ટમી તિથિના હિસાબથી 23 ઓગસ્ટના ના દિવસે જન્મમહોત્સવ હોય. પરંતુ  રોહિણી નક્ષત્ર મુજબ માનીશું તો 24 ઓગસ્ટના દિવસે કૃષ્ણ જન્મ મહોત્સવ હશે.

આ દિવસે શ્રીકૃષ્ણની પૂજા-પ્રાર્થના કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, તે ઉપરાંત આયુ અને સમૃદ્ધિમાં પણ વધારો થાય છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના ત્યોહારની ઉજવણી કરવાથી સઘળી મનોકામના પૂર્ણ થાય છે. જે લોકોની કુંડળીમાં ચંદ્રનું બળ ઓછું હોય એ લોકોએ જન્માષ્ટમીના દિવસે ક્રુષ્ણ પૂજા કરવાથી એમને લાભ મળે છે.

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદ્રપદની અષ્ટમીના દિવસે થયો હોવાના કારણે તેમના જન્મદિવસના દિવસે જ જન્માષ્ટમી કહેવાય છે. સાથે સાથે રોહિણી નક્ષત્રમાં જન્મ થયો હોવાથી રોહિણી નક્ષત્રનું પણ ખૂબ ધ્યાન રાખવામા આવે છે. માટે આ દિવસે દેશભરમાં ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે. આ વખતે 24 ઓગસ્ટના દિવસે જ દરેક જગ્યાએ જન્માષ્ટમીની ઉજવણી થશે.

જાણો પૂજાના મુર્હુત વિશે – 

આ વર્ષે જન્માષ્ટમી 23 અને 24 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવશે. જો તમે 23 ના મનાવી રહ્યા છો તો સવારે 8 વાગ્યા અને 9 મિનિટનો સમય ઉતમ રહેશે. અને જો તમે 24 ઓગસ્ટના મનાવી રહ્યા છો તો  8 વાગ્યે અને 32 મિનિટનો સમય શ્રેષ્ઠ છે. રોહિણી નક્ષત્રની પૂજા 24 ઓગસ્ટના રોજ સવારે 3 વાગયાને  48 મિનિટ સુધી રહેશે અને રોહિણી નક્ષત્ર  25 ઓગસ્ટ ની સવારે 4 વાગ્યા ને 17 મિનિટ સુધીનો સમય રહેશે.  કૃષ્ણ જન્માષ્ટમીના પ્રસાદમાં પંચામૃત અને  એમાં તુલસીનું પાન અવશ્ય લેવું. સાથે સાથે મેવા, માખણ અને મિસરી પણ અવશ્ય સામેલ કરો. એ ઉપરાંત તમે પંજરીનો પ્રસાદ પણ બનાવી શકો છો.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!