અમિતાબની તબીયત ખરાબ હોવાં છતાં પણ કરી રહ્યાં છે કામ! ડોક્ટરે આખરી ચેતવણી આપી….

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ઓક્ટોબર મહિનામાં ત્રણ દિવસ સુધી બિગ બી હોસ્પિટલમાં દાખલ રહ્યાં હતા અને સોશીયલ મીડિયમાં પણ આ વાતને લઈને તેમના દર્શકો પણ પણ ચિંતા રહ્યાં હતા ત્યારે ફરી એકવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ફરી એકવાર ડોક્ટરે તેમની તબીયત વિશે એવી વાત કરી છે, જેના લીધે સૌ કોઈ તેમની ચર્ચા કરી રહ્યાં છે અને ચિંતામાં પણ છે.

બોલીવૂડમાં ખલનાયક તરીકે અમિતાભ બચ્ચનને આપણે સૌ કોઈ જાણીએ છે, આટલી ઉંમર હોવા છતાં પણ આજે તેમની કામ કરવાની સ્ફૂર્તિ જોઈને આપણે પણ વિચારમાં પડી જાયે. હાલમાં તેમની તબિયતને લઈ ડોક્ટર્સેને પણ ચિંતા થઈ રહી છે, ત્યારે ડોક્ટરએ ચેતવણી આપી હોવા છતાંય તેમણે કામ ચાલુ રાખ્યું છે, જેનાં લીધે સૌ કોઈને ચિંતા થઈ રહી છે, થોડાં દિવસો પહેલા ડોક્ટર્સે તેમને એક મહિનાનો આરામ કરવાની સલાહ આપી છે .

બિગ બીએ બ્લોગમાં પોતાના સ્વાસ્થ્ય અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે હવે શરીર પણ ધીમે પડવાના સંકેતો આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તબિયત સારી ના હોવાને કારણે બિગ બી 25મા કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ થઈ શક્યા નહોતાં. તેમણે ટ્વિટર પર આ અંગે માફી પણ માગી હતી.

આ મહિનાની શરૂઆતમાં બિગ બીએ બ્લોગમાં પોતાના સ્વાસ્થ્ય અંગેની માહિતી આપી હતી રૂમી જાફરીના ડિરેક્શનમાં બનતી ‘ચેહરે’ ફિલ્મમાં બિગ બી ઉપરાંત ઈમરાન હાશ્મી, ક્રિસ્ટલ ડિસોઝા, રિયા ચક્રવર્તી, સિદ્ધાંત કપૂર તથા અનુ કપૂર છે. આ ફિલ્મ આવતા વર્ષે એપ્રિલમાં રિલીઝ થશે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે પોલેન્ડમાં ફિલ્મના એક્શન સીક્વન્સ શૂટ થવાના છે. મેડિકલ ચેતવણી બાદ પણ બિગ બી આ એક્શન સીન્સ કરવાના છે. તેમણે આ શૂટિંગ માટે કમિટમેન્ટ કર્યું હતું. પોલેન્ડ શિડ્યૂઅલ બિગ બીની તબિયત ખરાબ થઈ તે પહેલાં નક્કી થઈ ગયું હતું. તેથી જ તેઓ નથી ઈચ્છતા કે તેમને કારણે ફિલ્મના પ્રોડ્યૂસર આનંદ પંડિતને નુકસાન થાય. પોલેન્ડમાં ‘ચેહરે’નું લાસ્ટ શિડ્યૂઅલ હોય તેમ પણ માનવામાં આવે છે. આ શૂટિંગ પૂર્ણ કરીને અમિતાભ બચ્ચન બ્રેક લેશે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!