ગણેશ ઉત્સવ માટે અંબાણી પરિવારના આમંત્રણ પત્રના ફોટા વાયરલ થયા, નીતાએ દીકરી અને વહુને આમંત્રણ મોકલ્યું.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

અંબાણી કુટુંબ દરેક તહેવાર ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવે છે. તે દિવાળી હોય કે અન્ય કોઈ જન્મદિવસ. કપડાથી લઈને ઘરેણાં અને ઘરના ડેકોરેશનથી સંબંધિત નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. ગણેશ ચતુર્થીમાં માત્ર 5 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં અંબાણી પરિવારે તેની તૈયારી શરૂ કરી દીધી છે. સમાચાર અનુસાર, ગણેશ ચતુર્થી માટે નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ તેમની પુત્રવધૂ અને પુત્રીને આ ઉત્સવમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલ્યું છે.

સ્પોટ બોય વેબસાઇટએ આમંત્રણ કાર્ડનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ કાર્ડમાં નીતા અને મુકેશ અંબાણી ઉપરાંત ઈશા-આનંદ અને શ્લોકા-આકાશ સિવાય અનંત અંબાણીનું નામ પણ લખાયેલું છે. આ કાર્ડ મુજબ ગણેશ ઉત્સવ 2 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. રાત્રે 9 વાગ્યે આરતી બાદ ડિનર નું આયોજન છે. આ પ્રસંગ માટે ભારતીય એપરલ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર કાર્ડની તસવીરો વાઇરલ થઈ છે જે જોવા માં  ખૂબ જ સુંદર છે.

કાર્ડ ખોલતાંની સાથે જ ગણેશજીની તસવીર સામે જોવા મળી જાય છે. કાર્ડનો રંગ પીળો અને લાલ છે. આ વખતે અંબાણી પરિવારનો ગણેશ ઉત્સવ પણ વિશેષ બની ગયો છે કારણ કે ઇશા અને શ્લોકાના લગ્ન પછી તે મોટો ઉત્સવ છે. દર વર્ષે અંબાણી પરિવાર આ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવે છે. થોડા દિવસો પહેલા નીતા અંબાણીની પુત્રવધૂ શ્લોકા ચર્ચામાં હતી. આનું કારણ શોર્ટ ડ્રેસમાં સાથે જોવા મળવાનું હતું.

નીતા અને શ્વોકા એક કાર્યક્રમમાં ગયા હતા. આ ઇવેન્ટમાં નીતા અંબાણી અને શ્લોકા મહેતાએ મેચિંગ ડ્રેસ પહેર્યો હતો. જ્યારે શ્વેતાએ વ્હાઇટ ટોપ સાથે ગ્રે કલરનો શોર્ટ સ્કર્ટ પહેર્યો હતો, જ્યારે નીતા અંબાણી વ્હાઇટ કલરના ડ્રેસમાં જોવા મળી હતી. બંને સાસુ-વહુએ કેમેરાની સામે પોઝ આપ્યો. આ ઇવેન્ટ પહેલા શ્લોકાના મેક-અપ વગરના  ફોટાને લઈને ખૂબ ચર્ચામાં રહી હતી. શ્વોકા અને આકાશ અંબાણીએ આ વર્ષે 9 માર્ચે લગ્ન કર્યાં હતાં.

આ લગ્નમાં દેશ-વિદેશની તમામ મોટી હસ્તીઓ હાજર રહી હતી. લગ્ન પહેલા પ્રિ- વેડિંગ સ્વિત્ઝરલેન્ડમાં યોજવામાં આવ્યું હતું. લગ્ન પહેલાની પાર્ટીમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, શાહરૂખ ખાન, આમિર ખાન, કરણ જોહર, અયાન મુખર્જી અને યુવરાજ સિંહ જેવા મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આકાશ અંબાણી અને શ્લોકા મહેતા એકબીજાને નાનપણથી ઓળખતા હતા. ગોવાના એક રિસોર્ટમાં, આકાશ અંબાણીએ શ્લોકા મહેતાને પ્રથમ વખત પ્રપોઝ કર્યું.

ગુજરાતી જમાવટની ટીમ દ્વારા લખવામાં આવેલો આર્ટિકલ જો તમને ગમ્યો હોય તો, લાઈક કરીને વધુને વધુ શેર કરો. આ પેજ પર મુકવામાં આવતા આર્ટિકલના લખાણને કોપી ન કરવું, જો એવું થશે તો સાઇબર ક્રાઈમ હેઠળ ગુન્હો નોંધવામાં આવશે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!