અખાત્રીજના દિવસે લક્ષ્મીજી કૃપા પ્રાપ્ત કરવા ઘરમાં લાવો આ વસ્તુઓ, ભરાઈ જશે ધનનો ભંડાર!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાને અત્યંત શુભ મૂહૂર્ત ગણાય છે. જે રીતે દીવાળીના દિવસે લક્ષ્મીની કૃપા મળે છે તે જ રીતે અક્ષય તૃતીયાના દિવસે પણ લક્ષ્મીની કૃપા મેળવા માટે ઉપાય કરવામાં આવે છે. માન્યતા અનુસાર તેનાથી વર્ષ ભર આર્થિક સ્થિતિ સારી રહે છે. લોકો આ દિવસે સોનાની ખરીદી કરે છે. જો તમે સોનું ન ખરીદી શકતા હોય તો, તમે આ વસ્તુઓ ઘરમાં લાવીને પણ શુભફળ મેળવી શકો છો.

1.માટીનો દીવો: માટીનું મહત્વ સોનાની જેવું જ છે. જો સોનાની ખરીદી ન કરી શકો તો માટીના કોઈપણ વાસણ કે        માટીનો એક નાનકડો દીવો પણ અક્ષય તૃતીયાના દિવસે શુભફળ આપી શકે છે. 2.મીઠું: અક્ષય તૃતીયા પર સિંધાલૂણ ઘરમાં લાવવું શુભ ગણાય છે.

3.માટીની સામગ્રી: માટીના બનેલા સજાવટી કે પૂજા સંબંધી કે ઉપયોગી સામાન ઘરમાં લાવવાથી પણ ઘરની નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.

4.ચરણ પાદુકા: આ દિવસે સોના કે ચાંદીની લક્ષ્મીની ચરણ પાદુકા લઈને ઘરમાં મુકો અને તેમની નિયમિત પૂજા કરો, કારણ કે જ્યાં લક્ષ્મીના પગલાં પડે છે, ત્યાં કોઈ વસ્તુની કમી રહેતી નથી.

5.કોડી: ખૂબ ઓછા લોકો જાણે છે કે, કોડીમાં દેવી લક્ષ્મીને આકર્ષિત કરવાની ક્ષમતા હોય છે. તેનો પ્રયોગ તંત્ર મંત્રમાં પણ થાય છે. તેનું કારણ એ છે કે, કોડીઓ પણ દેવી લક્ષ્મીની જેમ સમુદ્ર દ્વારા ઉત્પન્ન થઈ છે. નિયમિત કેસર અને હળદરથી તેની પૂજા દેવી લક્ષ્મી સાથે કરવાથી આર્થિક પરેશાનીઓમાં લાભ મળે છે, એવી માન્યતા છે.

6.એકાક્ષી નરિયળ: સામાન્ય રૂપે ત્રણ આંખવાળુ નારિયેળ મળે છે, પરંતુ ક્યારેક એવું પણ નારિયેળ મળી જાય છે,    જેની એક આંખ હોય છે. આ નારિયળને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે એકાક્ષી નારિયેળ ઘરમાં પૂજા સ્થાનમાં સ્થાપિત કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

7.કાચબો: સ્ફટિકનો બનેલો કાચબો ઘરમાં લાવવો પણ શુભ ગણાય છે.

8.શ્રી યંત્ર: અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં શ્રી યંત્રની સ્થાપના પણ ધનની પરેશાની દૂર કરવા માટે કારગર               માનવામાં આવે છે.

  1. ઘંટી: ચાંદીની મધુર ધ્વની કરનારી ઘંટી પણ આ દિવસે લાવવાથી ઘરના સભ્યો વચ્ચે મધુરતા જળવાઈ રહે છે.

 

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!