અજય દેવગને ખરીદી સૌથી મોંઘી કાર જે ભારતમાં માત્ર ૩ લોકો પાસે જ છે, જુઓ તેની તસ્વીરો

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજકાલ ઘણા લોકો અલગ અલગ લકઝરીયસ ગાડીઓના મોટા શોખીન હોય છે. તેની સાથે સાથે દરેક લોકો પોતાનું એક સપનું પણ રાખતા હોય છે કે તેના જીવનમાં તે એક પોતાની લકઝરીયસ કાર ખરીદે. પરંતુ આ મોંઘવારીના સમય માં લકઝરીયસ કાર ખરીદવી તે કોઈ સામાન્ય બાબત નથી. કારણ કે આજના સમયમાં સામાન્ય રીતે ઘરનું ભરણ પોષણ કરવું પણ ખુબ મુશ્કેલ બની જતું હોય છે. પરંતુ તેમ છતાં પણ આજે લોકો પોતાનું ઘર અને જીવનમાં એક કાર ખરીદવાનું સપનું તો જોતા જ હોય છે. તો આજે અમે તમને એક એવા અભિનેતા વિશે જણાવશું કે જેને ખુબ જ મોંઘી લકઝરીયસ કાર ખરીદી છે. મિત્રો સામાન્ય લોકો માટે કાર ખરીદવી ખુબ જ મુશ્કેલ હોય છે. પરંતુ અમે જેના વિશે જણાવીશું તે ખુબ જ આસાનીથી એ લકઝરીયસ કારને ખરીદવાની હેસિયત ધરાવે છે.

જે અભિનેતાએ આ કાર ખરીદી છે તે કોઈ સામાન્ય કાર નથી. તે કાર ભારતમાં દેશમાં માત્નાર ૩ લોકો પાસે જ છે અને આ ૩ વ્યક્તિઓ દેશના મોટા ઉદ્યોગપતિ છે. પરંતુ હાલમાં જ એક બોલીવુડ ફિલ્મ જગતના પ્રખ્યાત અભિનેતા એ આ કાર ખરીદી છે. જેની કિંમત સામાન્ય વ્યક્તિ ક્યારેય વિચારી પણ ન શકાય તેટલી છે. તો ચાલો જાણીએ કોણ છે આ અભિનેતા અને તેણે કંઈ કાર ખરીદી છે. જેની કિંમત પણ આપણે આ લેખમાં જાણીશું.

મિત્રો આજે બોલીવુડમાં ઘણા બધા અભિનેતાઓ આવે અને જાય છે. પરંતુ તેમ છતાં પણ આજે ઘણા એવા અભિનેતાઓ છે જે વર્ષોથી તેના ચાહકોનું દિલ જીતતા આવ્યા છે. તેમાંથી એક છે બોલીવુડ ફિલ્મ જગતના પ્રખ્યાત અભિનેતા અજય દેવગન. સુપર સ્ટાર અજય દેવગનને લક્ઝરી કારનો ખુબ જ શોખ છે. આ વાત તેમણે ઘણી વાર અલગ અલગ શો અને ઈન્ટરવ્યું દરમિયાન જણાવી છે. અજય દેવગન પોતાના આ શોખને લઈને કોઈ પણ જાતની કસર છોડતા નથી.

આજે સુધીમાં અજય દેવગન પાસે લેન્ડ રોવર, રેંજ રોવર, બીએમડબ્લ્યુ-૫ સીરીઝ, મર્સીડીઝ બેંઝ અને તેના સિવાયની ઘણી બધી એવી કાર છે જે ખુબ જ લકઝરીયસ છે. પરંતુ આજે અજય દેવગન ના આ કાર કલેકશનમાં હજુ એક લકઝરીયસ કારનો વધારો થયો છે. કારણ કે હાલમાં જ અજય દેવગને એક નવી લકઝરીયસ કાર ખરીદી છે. હમણાં જ અજય દેવગને રોલ્સ રોયસ કલીકન લકઝરીયસ કાર ખરીદી છે. આ કાર એટલી શાનદાર છે કે તેને જોઇને હરકોઈ વ્યક્તિ આ લકઝરીયસ કારના સપના જોવા લાગે છે. પરંતુ આ કારની કિંમત પણ એટલી જ વધારે છે. જેને જાણીને તમે પણ થઈ જશો ચકિત.

અજય દેવગનની આ નવી લકઝરીયસ કાર રોલ્સ રોયસ કલીકન ની કિંમત છે ૬.૯૦ કરોડ રૂપિયા. પરંતુ મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે સૌથી ખાસ વાત આ બાબતમાં એ છે કે, અજય દેવગન આ દેશના માત્ર ત્રીજા જ વ્યક્તિ છે કે જેણે આ કાર ખરીદી હોય. કારણ કે સૌથી પહેલા આ કારને ખરીદનાર વ્યક્તિ આપણા દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હતા. ત્યાર બાદ આ કારને ખરીદનાર ટી-સીરીઝના માલિક ભૂષણ કુમાર હતા. આજ સુધી આ ૨ ઉદ્યોગપતિઓ પાસે જ આ કાર હતી. મિત્રો મીડિયાના અહેવાલ મુજબ એવું જાણવા મળ્યું છે કે અજય દેવગને બ્લુ કલરની રોલ્સ રોયસ કલીકન લકઝરીયસ કાર ખરીદી છે. જે દેખાવે ખુબ જ આકર્ષક લાગી રહી છે.

તમને એ પણ જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ અજય દેવગનની ફિલ્મ “તાનાજી: ધ અનસંગ વોરિયર” આવી રહી છે. જેમાં અજય દેવગન ફિલ્મી પડદા પર નજર આવશે. અજય દેવગનની આ ફિલ્મનું કુલ બજેટ છે ૧૫૦ કરોડ રૂપિયા. આ ફિલ્મ અજય દેવગનની ખાસ ફિલ્મોમાંથી એક ફિલ્મ હશે. આ ફિલ્મમાં અજય દેવગન સાથે સાથે કાજોલ અને સૈફ અલી ખાન પણ મહત્વની ભૂમિકામાં નજર આવશે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે અજય દેવગનની આ ફિલ્મ ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ માં રીલીઝ થઈ શકે છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!