આ મહિલાએ ૭૩ વર્ષની ઉંમરે આપ્યો જુડવા બાળકો ને જન્મ, આટલી ઉમરે જન્મ આપનારી બની સૌપ્રથમ મહિલા

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આપણે બધા જાણીએ કે સંભાળીએ તે મુજબ સામાન્ય રીતે કોઈ મહિલા વધીને ૪૦ કે ૫૦ વર્ષ સુધી માતૃત્વ ધારણ કરવાની ક્ષમતા ધરાવતી હોય છે. એ પણ ભાગ્યે જ કોઈ મહિલા ૪૦ કે ૫૦ વર્ષની ઉંમરે કોઈ બાળકને જન્મ આપી શકે છે. પરંતુ આજે અમે જે મહિલા વિશેની વાત જણાવશું જેને આ બધા રેકોર્ડ પણ તોડી નાખ્યા છે. કારણ કે આ મહિલાએ ૭૩ વર્ષની મોટી ઉંમરે જુડવા બાળકોને જન્મ આપ્યો. હા, મિત્રો ૭૩ વર્ષની મોટી ઉંમરે તો કોઈપણ મહિલા દાદી બનવાની ઉમર થઈ ગઈ હોય છે અને પોતાના પૌત્રો કે પૌત્રીઓને રમાડતી જોવા મળે છે. પરંતુ આ મહિલાએ તો આ ઉંમરે પોતાના જુડવા બાળકોને જન્મ આપ્યો છે. તો જાણો કંઈ રીતે બન્યું આ શક્ય અને કોણ છે આ મહિલા.

હા મિત્રો યેરમતી મંગાયમ્માં નામની આ મહિલાએ ૭૩ વર્ષની ઉંમરે આંધ્રપ્રદેશ રાજ્યના ગુન્ટૂર જીલ્લામાં જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. આ મહિલાના પતિનું નામ છે યેરમતી સિતારામ રાજારવ છે. આ પતિ-પત્ની પૂર્વ ગોદાવરી જીલ્લાના નેલાર્પતીપડું ગામના રહેવાસી છે. તમને એ પણ જણાવી દઈએ કે આ દંપત્તિ આજ સુધી ની:સંતાન હતું. માટે જ આ મહિલાને બધા ખુબ જ મેણા-ટોણા મારતા હતા. આ મેણા-ટોણા ન સંભાળવા પડે તે માટે આ મહિલા અને તેમના પતિએ ઘણા વર્ષો સુધી અનેક હોસ્પીટલના ચક્કર લગાવ્યા હતા. તેમણે અનેક પ્રકારની જુદી જુદી ટેકનીક પણ અપનાવી પરંતુ તેઓને આમાંથી કોઈ ટેકનીકમાં સફળતા પ્રાપ્ત થઈ ન હતી.

આ મહિલાના લગ્ન ૨૨ માર્ચ ૧૯૬૨ ના રોજ થયા હતા. સંતાન સુખની ઈચ્છામાં આ દંપત્તિએ ઘણા વર્ષો સુધી અનેક હોસ્પીટલના ચક્કર લગાવ્યા હતા. તેમણે પોતાની જ સોસાયટીમાં એક કેસ એવો પણ જોયો હતો કે જેમાં એક ૫૫ વર્ષીય મહિલાએ આઇવિએફ ટેકનીકના માધ્યમથી બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ આ દંપત્તિએ પણ આઇવિએફ ટેકનીક ની મદદથી એક વખત પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ તેઓ ગયા વર્ષે દવાખાને પહોંચ્યા અને ત્યાં હાજર ડો.ઉમા શંકરે આ મહિલા અને તેના પતિના બધા ટેસ્ટ કર્યા અને આ દંપતીનો ઈલાજ શરૂ કર્યો હતો.

આ ટેકનીકથી ગર્ભધારણ માટે દંપત્તિએ એક દાતા પાસેથી અંડાણુ લીધા અને આઇવિએફ ટેકનીક ની મદદથી તેને આ મહિલાના પતિના શુક્રાણુ સાથે સંક્રમણ કરાવવામાં આવ્યું. ત્યાર બાદ બનેલા ભ્રુણને મંગાયમ્માં નામાની આ મહિલાના ગર્ભમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું અને તેમની આ ટેકનીક સફળ પણ રહી અને મહિલા ગર્ભવતી બની પણ બની ગઈ અને ૭૩ વર્ષની મોટી ઉમરે તેમને જુડવા બાળકીઓને જન્મ પણ આપ્યો. ઘણા સમયને અંતે આ દંપત્તિને એક એવી હોસ્પિટલ અને ડોક્ટરો મળ્યા કે જેના અથાગ પ્રયત્નોથી આ મહિલા ૭૩ વર્ષે પણ ગર્ભવતી બની શકી અને સીઝીરીયન ટેકનીક વડે જુડવા બાળકોને જન્મ પણ આપ્યો. આ મહિલાનું ઓપરેશન કરનાર ડો.ઉમા શંકરે બીબીસી તેલુગુ ન્યુઝ ચેનલને જણાવ્યું હતું કે, “માતા અને તેમની બને જુડવા બાળકીઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. બાળકીઓ આગળના ૨૧ દિવસો સુધી ડોક્ટરોની દેખરેખ નીચે રહેશે.

મંગાયમ્માં અનામની આ મહિલાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, “જયારે લોકો મને ની:સંતાન કહેતા ત્યારે હું ખુબ જ દુઃખી થતી હતી અને આ જ કારણ ને લીધે મેં બાળકને જન્મ આપવાનો નિર્ણય લીધો હતો. મારી જિંદગીની આ સમય મારા માટે સૌથી મોટી ખુશીનો સમય છે.”

આ ઉપરાંત તેમના પતિ સીતારામ રાજરાવે જણાવ્યું હતું કે, “આ પલ મારા જીવનનો સૌથી ખુશીનો પલ છે અને હવે હું ખુબ જ ખુશ છું. આ બધું આ ડોક્ટરોના અથાગ પરિશ્રમ ને કારણે સંભવ બન્યું છે. અમે અનેક હોસ્પિટલોમાં વિવિધ પદ્ધતિઓ અપનાવી હતી. ત્યાર બાદ વધુ એક આશા સાથે અમે હજુ એક વખત પ્રયત્ન કરવા માટે હોસ્પીટલે ગયા અને ત્યાર બાદ બે મહિનામાં જ મારી પત્ની ગર્ભવતી બની. અમે છેલ્લા ૯ મહિનાથી આ હોસ્પિટલમાં જ ડોક્ટરોની દેખરેખ હેઠળ છીએ. પરંતુ હવે લોકો અમને ની:સંતાન કહી મેણા-ટોણા મારતા હતા તે ખતમ થઇ ગયું છે. અમે આ બંને બાળકીઓની ખુબ જ દેખરેખ રાખી સારી રીતે પાલન કરશું.”

આ મહિલાએ બુધવારની સવારના રોજ ૧૦:૩૦ વાગ્યે સિઝેરિયન ટેકનીક વડે જુડવા બાળકીઓને જન્મ આપ્યો હતો. એવી ધારણાઓ પણ લગાવવામાં આવી રહી છે કે આ મહિલા જુડવા બાળકોને જન્મ આપનારી સૌથી મોટી વયની મહિલા રહેશે. આ પહેલા સૌથી મોટી ઉંમરે બાળકોને જન્મ આપનારનો નોંધનીય રેકોર્ડ સ્પેનની મારિયા ડેલ કાર્મેન બોઉસાડા લારાના નામની મહિલાના નામે હતો. તેણે વર્ષ ૨૦૦૬ માં ૬૬ વર્ષની મોટી ઉંમરે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. પરંતુ હવે આ રેકોર્ડ આ ભારતીય મહિલાએ તેના નામે કરી લીધો છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!