આ છોકરી બનશે સુનીલ શેટ્ટી ના ઘરની દુલ્હન, દીકરા અહાન નું દિલ આવ્યું આ સુંદર હસીના પર

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

એક સમયે સુનીલ શેટ્ટીનું નામ સુપર સ્ટારની યાદીમાં ટોપ પર રહેલું હતું. એક્શન હીરો તરીકે લોકો વચ્ચે સુનીલ શેટ્ટી ખુબ પ્રસિદ્ધ હતા. લુકમાં સામાન્ય હોવા છતાં પણ પોતાના ઉમદા અભિનય એ કારણે તેમને લોકોનો પ્રેમ જીતી લીધો હતો. ફિલ્મ પડદા પર નકારાત્મક પાત્ર હોય કે સકારાત્મક સુનીલ શેટ્ટીએ પોતાના અભિનયનો જાદુ દરેક પાત્રમાં જોરદાર નિભાવ્યો છે.

વર્ષ ૨૦૦૧ માં આવેલી ફિલ્મ “ધડકન” માટે સુનીલ શેટ્ટીને બેસ્ટ વિલનનો ફિલ્મફેયર એવોર્ડ પણ મળી ચુક્યો છે. પોતાની ફિલ્મી કરિયરમાં સુનીલ શેટ્ટી અત્યાર સુધી લગભગ ૧૦૧ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. સુનીલ શેટ્ટીની અભિનયની કાબિલિયત તો બધા જાણે જ છે. પરંતુ શું તમે જાણો છો કે સુનીલ શેટ્ટીને એક હેન્ડસમ દીકરો પણ છે? હા, સુનીલ શેટ્ટીના દીકરાનું નામ છે અહાન શેટ્ટી.

સુનીલ શેટ્ટીની દીકરી આથીયા શેટ્ટી તો પહેલા જ બોલીવુડમાં ફિલ્મ “હીરો” થી ડેબ્યુ કરી ચુક્યા છે. પરંતુ દીકરા અહાનને પ્રવેશ કરવાનું હજુ બાકી છે. અહાન શેટ્ટીનો જન્મ મુંબઈમાં વર્ષ ૧૯૯૬ માં થયો હતો. તેમણે પોતાનો પ્રાથમિક અભ્યાસ મુંબઈની એક સ્કુલ “અમેરિકન સ્કુલ ઓફ બોમ્બે” માંથી કર્યો છે અને ઉચ્ચ અભ્યાસ માટે યુએસ યુનીવર્સીટીમાં એડમીશન લીધું છે. અહાન શેટ્ટી એ અભિનય અને ફિલ્મ મેકિંગનો અભ્યાસ પણ કર્યો છે અને વહેલી તકે તે સાઉથની એક સુપરડુપર ફિલ્મ “આર એક્સ ૧૦૦” ની હિન્દી સિકવલથી બોલીવુડ ફિલ્મ જગતમાં એન્ટ્રી કરશે.

આ છોકરી બની શકે છે સુનીલ શેટ્ટીના ઘરની દુલ્હન

હાલના દિવસોમાં અહાન શેટ્ટી પોતાની ફિલ્મ કરતા પણ વધુ પોતાની ગર્લફ્રેન્ડને લઈને મીડિયામાં રહેલો છે. મળતી માહિતી અનુસાર આ દિવસોમાં અહાન શેટ્ટી તાનિયા શ્રોફને ડેટ કરતો જોવા મળી રહ્યો છે. અન્ય વિગત મુજબ બંને ઘણા સમયથી એક બીજા સાથે ફરતા જોવા મળી રહ્યા છે અને હવે આ મિત્રતાને એક નામ આપવાનું વિચારી રહ્યા છે.

અહાન શેટ્ટી તાનીયા શ્રોફને શેટ્ટી પરિવારની દુલ્હન બનાવવાનું વિચારી લીધું છે. આખા શેટ્ટી પરિવારને પણ તાનીયા શ્રોફ ખુબ પસંદ છે. એવામાં આજે અમે તમારા માટે અહાન શેટ્ટી ની ગર્લફ્રેન્ડ તાનીયાની થોડી સુંદર તસ્વીરો લઈને આવ્યા છીએ. જેને જોયા બાદ તમે પણ એવું કહેશો કે ખરેખર અહાન શેટ્ટી ની પસંદ ખુબ જ સારી છે.

બહેન અથિયા શેટ્ટી ની સારી દોસ્ત છે તાન્યા શ્રોફ

તાનીયા શ્રોફ દેખાવમાં કોઈ બોલીવુડ અભિનેત્રીથી ઓછી નથી. આમ તો તાનીયા શ્રોફ ગ્લેમર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી નથી પરંતુ તેનો લુક જોઇને લાખો લોકો તેના ફેન પણ બની ગયા છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રીથી દુર હોવા છતાં પણ તાનીયા શ્રોફ પોતે ટીપટોપ રહે છે. તાનીયા શ્રોફ અહાન શેટ્ટી ની બહેન અથીયા શેટ્ટીની ખુબ સારી દોસ્ત છે. સોશિયલ મીડિયા પર તાનીયા શ્રોફ અને અહાન શેટ્ટી ની ઘણી તસ્વીરો વાયરલ થઈ રહી છે, જેમાં બંને વચ્ચે પ્રેમ સ્પષ્ટ રીતે જોવા મળે છે.

જુવો સુંદર તસ્વીરો

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!