આ છે સૈફ અલી ખાનનો આલીશાન પટોડી પેલેસ, સામે આવ્યા ફોટા અને કિત્તમ જાણીને તમે ચોંકી જશો

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા અભિનેતા વિશે વાત કરવામાં આવતી હોય છે. ઘણી વખત લોકોને વિચાર આવે છે કે આટલા મોટા સ્ટાર કેવા ઘરમાં રહેતા હશે. અને કેવી તેની લાઇફ સ્ટાઈલ હશે. આજે આપણે વાત કરવાની છે સૈફ અલી ખાન ની જે હાલમાં જ પોતાની પત્ની અને કરીના કપૂર સાથે વેલેન્ટાઈન્સ ડે પાર્ટી સેલિબ્રેટ કરવા માટે પૈતૃક ગામ ઈબ્રાહીમ પેલેસ પહોંચ્યા હતા. જેને પોતાના પટોડી પેલેસના ઘણા ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. હાલમાં આ ફોટો જોઈને અંદાજો લગાવી શકાય છે કે સૈફનો આ પૈતૃક મહેલ કેટલો આલીશાન છે.

૧૯૩૫ માં થયું હતું પટોડી પેલેસનું નિર્માણ
મિત્રો આ પેસેલ હરિયાણાના ગુડગાંવથી લગભગ ૨૫ કિલોમીટર દૂર આવેલો છે જ્યાં આ સફેદ મહેલ પટોડી પરિવારની નિશાની છે. તમને જણાવી દઈએ કે આ પરિવારનો ઈતિહાસ લગભગ ૨૦૦ વર્ષ જૂનો છે પણ આ મહેલને બન્યાને હજુ ૮૦ વર્ષ જ થયા છે. તેનું નિર્માણ ૧૯૩૫ માં નવાબ અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ઈફ્તિખાર અલી હુસેન સિદ્દીકીએ કરાવ્યુ હતુ.

અ ધ ધ ધ આટલી છે તેની મહેલની કિંમત
મિત્રો આ પેલેસ ૧૯૩૫ માં બન્યો હતો. જેને નવમા માં નવાબ મનસૂર અલી ઉર્ફે નવાબ પટોડીએ વિદેશી આર્કિટેક્ટની મદદથી રિનોવેશન પણ કરાવ્યુ હતુ. નવાબ અલીના બાળપણમાં સાત-આઠ નોકર માત્ર તેમની દેખરેખમાં લાગ્યા રહેતા હતા. આ પેલેસમાં ઘણા મોટા ગ્રાઉન્ડ, ગેરેજ અને ઘોડાના તબેલા છે. તમને જણાવી દઈએ કે મહેલની કિંમત કુલ ૮૦૦ કરોડ રૂપિયાથી વધુ છે.

પેલેસમાં આવેલી છે પટોડીની કબર
તમને જણાવી દઈએ કે આ આલીશાન પેલેસ નું રિનોવેશન આ કુલ ના ૧૦ માં નવાબ અને અલીના પુત્ર સૈફ અલી ખાને કરાવ્યુ હતુ. મનસૂર અલી ઉર્ફે નવાબ પટોડીના મૃત્યુ બાદ તેમને મહેલ પરિસરમાં જ દફનાવવામાં આવ્યા. તેમના અન્ય પૂર્વજોની કબર પણ અહીં આસપાસ છે.

પટોડી મહેલની અંદર ફોટો
લોકો આવા પૌરાણિક ફોટો જોવા માટે તરસતા હોય છે. જેનું સપનું હાલમાં જ સૈફ અલી ખાને પૂરું કર્યું હતું. અને તેઓ પટોડી પેલેસમાં જોવા મળ્યા હતા. આ પોટા પટોડી મહેલની અંદરના છે. આ ફોટામાં સૈફ પોતાના મહેલમાં અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!