99% લોકો રાત્રે સુતી વખતે કરે છે આવી ભૂલો રાત્રે સુતી વખતે ઓછા વસ્ત્રો પહેરીને સૂવાથી શરીરના સ્વાસ્થ્યને થાય છે આવા લાભો

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

મિત્રો , વર્તમાન સમય માં વ્યક્તિઓ નું જીવન એટલું વ્યસ્તતા ભરેલું અને ભાગદોડભર્યું બની ગયું છે કે તે આખો દિવસ તેમાં જ રચ્યો પચ્યો રહે છે જેથી રાત્રે એક યોગ્ય આરામ ની અત્યંત આવશ્યકતા પડે છે. આથી તે જયારે રાત્રે સુવા માટે જાય છે ત્યારે નાઈટસુટ ધારણ કરતા હોય છે. પરંતુ , શું તમને ખ્યાલ છે કે રાત્રી સમયે વસ્ત્રો ધારણ કરીને સૂવું અત્યંત નુક્શાનદાયી છે.

તમને આ વાત જાણીને નવાઈ લાગશે પરંતુ , આ વાત એકદમ વાસ્તવિક હકીકત છે. હાલ , આ લેખ માં તમને ઓછા વસ્ત્રો ધારણ કરીને સૂવાથી શરીર ને પ્રાપ્ત થતા લાભો વિશે જણાવીશુ. અમુક અભ્યાસ અને સંશોધનો પર થી એવું તારણ કાઢવામાં આવ્યું કે રાત્રી સમયે ઓછા વસ્ત્રો ધારણ કરીને સૂવું એ શરીર ના સ્વાસ્થ્ય તથા વૈવાહિક જીવન માટે અત્યંત લાભદાયી સાબિત થઈ શકે.

આ ઉપરાંત વધુ પડતા વસ્ત્રો ધારણ કરવાથી થતા નુકશાન વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો ચાલો જાણીયે કે ઓછા વસ્ત્રો ધારણ કરીને સૂવા થી ક્યાં-ક્યાં પ્રકાર ના લાભો પહોંચી શકે. સૌપ્રથમ તો આપણે આખો દિવસ જોબ અથવા અન્ય કોઈ કાર્ય હેતુસર બહાર જવા ના કારણે ટાઈટ કપડાં ધારણ કરતા હોઈએ છીએ અને તેમાં પણ જો વધુ પડતી ગરમી પડતી હોય તો શરીર મા પરસેવો વળવા માંડે છે અને તેના લીધે બેક્ટેરિયા ઉદ્દભવે છે અને ખંજવાળ ની સમસ્યા ઉદ્દભવે છે.

આથી રાત્રી ના સમયગાળા દરમિયાન બને તેટલા ઓછા વસ્ત્રો ધારણ કરવા કે જેથી શરીર ને યોગ્ય હવા મળી રહે અને આ સમસ્યાઓ માંથી મુક્તિ મળે. જો રાત્રી દરમિયાન ઓછા વસ્ત્રો ધારણ કરીને સુવા માં આવે તો શરીર ના બધા અંગો પર યોગ્ય હવા ની અવર-જ્વર થતી રહે જેના લીધે આપણું બોડી ટેમ્પરેચર પણ નિયંત્રણ મા રહે અને આપણા બોડી મા હોર્મોન્સ નો વિકાસ પણ યોગ્ય રીતે થઈ શકે છે.

સામાન્ય રીતે જેટલા આપણા હોર્મોન્સ શક્તિશાળી એટલું જ આપણું માઈન્ડ પણ શક્તિશાળી. આથી જો તમે પણ તમારા મગજ ને તેજ અને સક્રિય રાખવા ઇચ્છતા હોવ તો રાત્રી સમયે બને તેટલા ઓછા વસ્ત્રો ધારણ કરવા. આ ઉપરાંત રાત્રી ના સમયગાળા દરમિયાન ઓછા વસ્ત્રો ધારણ કરવાને લીધે તમારી શ્વાસોચ્છવાસ ની પ્રક્રિયા સામાન્ય રહે અને સરળતા થી અન્ય અંગો માં શ્વાસ ની આપ-લે થતી રહે છે.

જેથી આપણી ત્વચા ના રોમ છિદ્રો ખુલે અને આપણી ત્વચા મુલાયમ બને તથા સ્કિન ની સમસ્યાઓ માંથી પણ મુક્તિ મળે છે. જો રાત્રી ના સમયગાળા દરમિયાન ઓછા વસ્ત્રો ધારણ કરીને ઊંઘ લેવા મા આવે તો તમારા શરીર મા મેટાબોલિઝમ નું પ્રમાણ વધે અને આ પ્રમાણ વધતા તમારા શરીર મા રહેલી વધારા ની કેલરી બર્ન થઈ જાય અને આપણા શરીર મા ચરબી ના થર જામવા દેતું નથી.

એક રીતે જુઓ તો જો આપણે ઓછા વસ્ત્રો ધારણ કરીને સુઈએ તો આપણા શરીર ની એક્સરસાઇઝ થઈ જાય છે. એક સર્વે મુજબ ૫૭ % લોકો ને પોતાના જીવનસાથી સાથે ઓછા વસ્ત્રો ધારણ કરી ને સુવાનું પસંદ કરતા હોય છે અને અન્ય લોકો ની સાપેક્ષ મા આ લોકો નું જીવન આનંદ થી ભરપૂર હોય છે.

આ ઉપરાંત જો તમે તમારા જીવનસાથી સાથે ઓછા વસ્ત્રો ધારણ કરીને સુવો છો અને જો તમારા બંને ના શરીર એકબીજા ના સંપર્ક મા આવે તો તમારા શરીર માંથી ઓક્સિટોસિન નામ નું હોર્મોન્સ રિલીઝ થાય છે જેથી તમારો થાક અને તણાવ બંને દૂર થાય છે અને તમે શારીરિક તથા માનસિક રીતે સ્વસ્થ રહો છો તથા તમારું બ્લડપ્રેશર પણ નિયંત્રણ મા રહે છે. મિત્રો , પુરુષો એ રાત્રી ના સમયે મુખ્યત્વે હાફ પેન્ટ તથા સ્ત્રીઓ એ હળવા કપડાં ધારણ કરીને જ સૂવું જોઈએ.

ક્યારેય પણ રાત્રી એ સુવા સમયે ટાઈટ કપડાં ધારણ ના કરવા. આ ઉપરાંત બાળકો પણ રાત્રે કપડાં પહેરીને ના સુવે તેનો ખાસ ખ્યાલ રાખવો કારણ કે તેના લીધે તેમનો શારીરિક વિકાસ અટકી જાય છે માટે બને ત્યાં સુધી રાત્રી ના સમયે ઓછા વસ્ત્રો ધારણ કરવાનો આગ્રહ રાખવો.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!