83 વર્ષની ઉમરે આ વૃદ્ધએ તેનાથી 53 વર્ષ નાની યુવતી સાથે કર્યા લગ્ન ! જાણો શા માટે પહેલી પત્ની હોવા છતાં બીજીવાર લગ્ન કર્યા.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આપણે સોશીયલ મીડિયામાં અવાર-નવાર એવી ખબરો સાંભડતા હોઈએ છીએ જેનાં લીધે વિચારમાં પડી જઇએ કે શું ખરેખર આવું પણ બની શકે. હા હાલમાં જ સોશીયલ મીડિયામાં એક સામાચાર ખૂબ વાયરલ થયા છે, જે ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે એક 83 વર્ષીય વૃધ્ધે પોતાના કરતા 53 વર્ષ નાની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્ની પણ હજુ જીવિત છે પરંતુ વૃધ્ધે પોતાની પત્નીની પરવાનગી લઈને જ બીજા લગ્ન કર્યા હતા.

પુત્રની પ્રાપ્તિની ઈચ્છા લોકો પાસેથી શું શું કરાવે છે એનું એક જીવંત ઉદાહરણ તાજેતરમાં જ સામે આવ્યું હતું. દીકરો મેળવવાની ઇચ્છાએ 83 વર્ષીય વૃદ્ધ સુખરામ હવે 60 વર્ષ પછી ફરીથી દીકરો મેળવવાની ચાહમાં પોતાનો વંશવેલો આગળ વધારવા માટે સુખરામ બીજીવાર ઘોડીએ ચઢયા હતા. સુખરામે હિન્દૂ વિધિ મુજબ બધા ,સુખરામે બીજા લગ્ન કર્યા એ બાબતે તેમની પહેલી પત્નીને કોઈ જ તકલીફ નથી. આ લગ્નમાં પોતાના ગામની આસપાસના 12 ગામોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. સુખરામની જાન બેન્ડબાજા સાથે બીજા ગામ પહોંચી જ્યા તેમને પોતાનાથી 53 વર્ષ નાની રમેશી સાથે 7 ફેરા લીધા.

સુખરામને પહેલી પત્નીથી બે દીકરીઓ અને એક દીકરો હતા, જેમાંથી દીકરીઓના લગ્ન કરાવી દીધા છે, પણ દીકરો 30 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. એ પછી વંશવેલો આગળ વધારવાની સમસ્યા ઉભી થઇ ગઈ હતી 15 વર્ષ પહેલા 30 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. મેં ખૂબ જ મહેનત-મજૂરી કરીને સારી એવી સંપત્તિ ભેગી કરી છે. હવે એની સારસંભાળ રાખવાવાળું કોઈ જ ન રહ્યું જેથી મેં બીજા લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ‘રમેશીની ઓછી હાઇટના કારણે 30 વર્ષની ઉંમર હોવા છતાં પણ તેને યોગ્ય યુવક મળ્યો ન હતો. જેથી તેના લગ્ન હવે સુખરામ સાથે કરવામાં આવ્યા છે.’ આખા પ્રાંતમાં આ અનોખા લગ્નની ચર્ચાઓ થઇ રહી હતી કે જેમાં સુખરામે પુત્રની પ્રાપ્તિ માટે આ ઉંમરે પોતાના કરતા 53 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કર્યા છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!