4થી મે ના રોજ શનિવાર અને અમાસનો ઉત્તમ સંયોગ, જો કરશો આ કામ તો મળશે પિતૃના અઢળક આશીર્વાદ.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

શનિવારે ચૈત્ર વદ અમાસને શનિવાર આવે છે. શનિવાર, બુધવાર અને સોમવારના સાથે અમાસ તિથિ આવતા અમાસનું મહત્વ ધાર્મિક રીતે વધી જાય છે. આ વર્ષે તા. ૪, મે ને શનિવારે ચૈત્ર માસની અમાસ છે. ચૈત્ર માસ પિતૃ કાર્ય અને પિતૃના આર્શીવાદ મેળવવા માટે શાસ્ત્રોમાં ઉતમ ગણવામાં આવે છે.

આ મહિના દરમ્યાન સૂર્ય પોતાની ઉચ્ચ રાશીમાં રહે છે અને પોતાનું સંપૂર્ણ તેજ પૃથ્વી પર પાડે છે. પૌરાણીક ગ્રંથોના આધારે જોઈએ તો, અમાસના દિવસે પિતૃઓ પોતાના વંશજોને મળવા જાય છે. આથી અમાસનું મહત્વ વધી જાય છે. આ શનિવારી અમાસના દિવસે પિતૃ શ્રાધ્ધ કરાવું તર્પણ કરાવું બ્રાહ્મણ ભોજન કરાવું ઉતમ ફળદાયક રહેશે.

આ શનિવારી અમાસના દિવસે ઉપવાસ અથવા તો એકટાણું રહેવું, સવારના વહેલા ઉઠી નિત્યકર્મ કરી માતાપિતાને વંદન કરવા ત્યારબાદ સૂર્યને અર્ધ અર્પણ કરવું, પિતૃઓની છબીને ચંદનનો ચાંદલો ચોખા કરવા. ત્યારબાદ પિતૃકાર્ય અથવા તર્પણ કરવું. શનિવારી અમાસના દિવસે મહાદેવજીને કાળાતલ, સાકર ભેળવીને દૂધ ચડાવવું. આમ કરવાથી ગ્રહપીડા દૂર થશે અને સર્વ શુભ મનોકામના પૂર્ણ થશે.

જે લોકોને શનીની નાની-મોટી પનોતી ચાલી રહી છે. તેઓએ હનુમાનજીને સરસવનું તેલ ચડાવવું. સરસવના તેલનો દિવો કરવો, અડદના આગિયાર દાણા ચડાવવાથી તથા હનુમાન ચાલીસાના પાઠ કરવાથી પનોતીના અશુભ ફળમાંથી મુક્તિ મળશે.

શનીવારી અમાસના દિવસે પીપળાનું પૂજન કરી પીપળે પાણી રેડવું પણ પિતૃઓનો મોક્ષ આપે છે. આ દિવસે ગાયોને ઘાસ નાખવું ગરીબોને દાન આપવું પણ ઉત્તમ છે. શનીવારી અમાસના દિવસે જન્મકુંડળીમાં રહેલ કાલસર્પયોગ , શ્રપિત દોષ, વિષયોગ તથા પિતૃકાર્ય કરાવું વધારે ફળદાયક ગણાય છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!