૩૨ વર્ષનો યુવક ૮૧ વર્ષોનો વૃદ્ધ બનીને અમેરિકા જતા પકડાઈ ગયો, વાંચો સત્ય હકીકત

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

૩૨ વર્ષનો અમદાવાદી યુવક ૮૧ વર્ષનો વૃદ્ધ બનીને અમેરિકા જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારે વિમાનમથક પર અધિકારીઓ એ તેમને ઝડપી લીધો હતો. નવી દિલ્હી થી ન્યૂયોર્ક જવા ઉપડેલા આ બહુરુપીયા યુવકની પોલ લ્હુલી જતા જ તે ઘાંઘો વાંઘો થઈ ગયો હતો. હમસકલસમાં ઘણા લોકો અહીંથી વિદેશ જવામાં સફળ થઈ જાય છે પરંતુ આ યુવક તો સાવ વેશપલટો કરીને અમેરિકા જવાની કોશીશ કરી હતી.

અમદાવાદના રહેવાશી જયેશ પટેલ નામના યુવકે વૃદ્ધ વડીલ જેવી વેશભૂષા ધારણ કરીને વિમાનમથકે અધિકારીઓને ચકમો આપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે પોતાની યુવા ચામડીને મેક-અપના કપટ સાથે છુપાવી શક્યો ન હતો અને ઝડપાઈ ગયો હતો.

વાંચો શું હતો આખો કિસ્સો? નવી દિલ્હી શહેરના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર એક ૩૨ વર્ષનો યુવક વ્હીલચેરમાં બેસીને વિમાન મથકે આવ્યો હતો. આ યુવકે આબેહૂબ ૮૧ વર્ષના વૃદ્ધ જેવી વેશભૂષા ધારણ કરી હતી. વાળ, દાઢી, ચશ્મા, પાઘડી અને કપડાં બધું જ અસલી વૃધ્ધ જેવું જ લાગતું હતુ. પરંતુ સમયની થપાટે ચહેરા ઉપર ઉપસેલી કરચલીઓ યુવક છુપાવી શક્યો નહોતો. યુવકના ચહેરા પર નકલી કરચલીઓ બનાવેલી ન હતી અને છેવટે તેની યુવા ચામડીના કારણે આ યુવક અધિકારીઓના સકંજામાં પકડાઈ ગયો.

ક્યારે બન્યો આ કિસ્સો?

૮ મી સપ્ટેમ્બર ૨૦૧૯ ને રવિવારે રાતે ૮ વાગ્યા આસપાસ નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય વિમાન મથકમાં ટર્મિનલ-૩ પર જયેશ નામનો યુવક વૃદ્ધ બનીને પહોંચ્યો હતો. તે રાત્રે ૧૦:૪૫ વાગ્યાના વિમાનમાં ન્યૂયોર્ક ઉડી જવાનો હતો. ત્યારે ત્યાં હાજર અધિકારીઓએ તેમને મેટલ ડિટેક્ટર ઓળંગવાનું કહ્યું હતું, પરંતુ આ વૃદ્ધ ચાલવાનું તો દૂર રહ્યું, સીધા ઊભા પણ રહી શકતા ન હતા.

વાતચીત દરમિયાન તેને પોતાનો અવાજ ભારે રાખવાનો પ્રયત્ન કર્યો અને અંતે નજર બચાવવા લાગ્યો હતો. આ દરમિયાન તેની ચામડી જોઈને અધિકારીને તેના પર શંકા ગઈ કારણ કે, આટલી મોટી ઉમરના માણસની ચામડી યુવાનની ચામડી જેવી જ દેખાતી હતી. માટે તેનો પાસપોર્ટની તપાસ કરવામાં આવી, પરંતુ તેમાં બધુ જ બરાબર હતું. પાસપોર્ટમાં તેનું નામ અમરીક સિંહ અને જન્મ તારીખ ૧ ફેબ્રુઆરી, ૧૯૩૮ દર્શાવેલી હતી. ત્યારબાદ તેની સઘન પૂછપરછ કર્યા બાદ ખબર પડી કે તે વૃદ્ધ નથી પણ યુવાન છે. બાદમાં તેણે પોતાનું સાચું નામ જયેશ પટેલ જણાવ્યું હતું. આ યુવક અમદાવાદનો રહેવાશી અને ઉમર ૩૨ વર્ષ ની છે. ત્યારબાદ તરત જ આ યુવકને ઈમિગ્રેશન વિભાગને હવાલે કરી દેવાયો હતો.

વૃદ્ધ શા માટે બન્યો?

જ્યારે આ યુવકને પૂછવા માં આવ્યું કે તેણે આ નકલી રૂપ શા માટે ધારણ કર્યુ તો તેમાં તેનો વિદેશ પ્રેમ છતો થયો હતો. આ યુવક કોઈપણ ભોગે અમેરિકા જવા માંગતો હતો. તેણે બહુરૂપિયા ચહેરામાં પાસપોર્ટ વેચનારા પાસેથી ૮૧ વર્ષના ભાભાનો પાસપોર્ટ ખરીદીને તેના જેવો વેશ ધારણ કરી અમેરિકા જવાનો પ્રયત્ન કર્યો હતી.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!