30 વર્ષની ઉંમર માં લગ્ન કર્યા વગર જ આ અભિનેત્રીએ બાળકી ને આપ્યો હતો જન્મ, ૪૯ ની ઉંમર માં થયા લગ્ન

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

મિત્રો બોલિવૂડના દરેક કલાકારો કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહ્યા હોય છે. દરેક કલાકારોનું કોઈને કોઈ રાજ છુપાયેલું હોય છે. પરંતુ અમુક સમય બાદ તેનું રાજ લોકો સમક્ષ ખુલ્લી પડી જતું હોય છે. બોલિવૂડમાં દરેક સક્સેસફૂલ અભિનેત્રી ઘણા બધા પડાવ પસાર કરીને એક સાચી ઊંચાઇ પર પહોંચે છે. આજે આપણે આવી જ એક અભિનેત્રીની વાત કરીશું કે જેમણે લગ્ન કર્યા પહેલાં જ એક બાળકને જન્મ આપ્યો હતો અને બાદમાં લગ્ન કર્યા હતા. ચાલો જાણીએ આ અભિનેત્રી વિશે.

મિત્રો હાલમાં જ બોલિવૂડની અભિનેત્રી નીના ગુપ્તાએ પોતાનો ૬૦ મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તે હાલ ૬૦ વર્ષની થઇ ચૂકી છે. કેમ ઈન્ડસ્ટ્રીઝ ની અંદર તેણે ઘણાં ગંભીર રોલ સારી રીતે નિભાવ્યા છે. તેનું જીવન પણ ખુબ જ ઉતાર-ચઢાવ વાળ રહી ચુક્યું છે.

તમને જણાવી દઈએ કે ૮૦ ના દાયકાની અંદર નીના ગુપ્તાનું નામ અભિનેતા આલોકનાથ સાથે જોડાયું હતું. પરંતુ આ બંનેના સંબંધ કોઈ લાંબો સમય સુધી ટકી શક્યા નહીં. ત્યારબાદ તેનું નામ ભારતીય શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજ નાના છોકરાની સાથે પણ જોડવામાં આવ્યું હતું. આ બંને સાથે કામ કરતા જેથી એકબીજા વચ્ચે પ્રેમ થવા લાગ્યો હતો. પરંતુ સમય જતા કોઈ કારણોસર બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા.

આ ઉપરાંત એંસીના દાયકાની અંદર જ્યારે વેસ્ટઇન્ડીઝની ટીમ ભારતીય પ્રવાસ પર આવી હતી ત્યારે વિવિયન રિચર્ડ્સ અને નીના ગુપ્તા ની મુલાકાત મુંબઈ ની એક પાર્ટી માં થઇ હતી.ખાસ વાત તો એ છે કે તે સમયે વિવિયન રિચર્ડ્સ પરણિત હતો જેના બે બાળકો પણ હતાં. એવા પણ સમાચાર મળ્યા હતા કે તેની પત્નીને છોડી ને તેની ગર્લફ્રેન્ડની સાથે રહે છે.

સમય જતા નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડ્સ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. ત્યારબાદ નીના પ્રેગનેન્ટ છે તેવા ન્યુઝ વાયરલ થવા લાગ્યા, અને આ વાત સત્ય નીકળી. લગ્ન વગર જ નીના એ એક બાળકને જન્મ આપ્યો હતો. તેના ઘરે મસાબા નામની એક છોકરી નો જન્મ થયો હતો.

ત્યાર બાદ સમય જતાં નીના ગુપ્તા ના લગ્ન 49 વર્ષની ઉંમરમાં 2008 ની અંદર દિલ્લી બેસ્ડ ચાર્ટર્ડ એકાઉન્ટ વિવેક મિશ્રા સાથે થયા હતા. એવું પણ જાણવામાં આવે છે કે વિવેક મિશ્રાના આ બીજા લગ્ન હતાં. વિવેક તથા મીના એ એકબીજા સાથે લગ્ન કરતા પહેલા લગભગ છ વર્ષ સુધી ડેટ કર્યા હતા. ત્યારબાદ વર્ષ 2008માં બંને એક લગ્નની અંદર પાર્ટી અટેન્ડ કરવા ગયા ત્યારે વિવેકે નીના ગુપ્તાને લગ્નનું પ્રપોઝલ કર્યું હતું.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!