11મી મે: નેશનલ ટેક્નોલૉજી દિવસ

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

નેશનલ ટેક્નોલૉજી દિવસ ભારતમાં દર વર્ષે 11 મે ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ઓપરેશન શક્તિની વર્ષગાંઠ તરીકે ઉજવવામાં આવે છે. ઓપરેશન શક્તિએ પોકરણમાં કરવામાં આવેલું પરમાણુ પરીક્ષણ છે, જે 11 મે 1998ના રોજ કરવામાં આવ્યું હતું.

વર્ષ 1974માં ભારતે પહેલું પરમાણુ-પરીક્ષણ કર્યું. તેના 24 વર્ષ બાદ તારીખ 11 મે, 1998ના રોજ ભારતીય સેના દ્વારા રાજસ્થાનના પોખરણ વિસ્તારમાં સફળતાપૂર્વક બીજું ન્યુક્લિઅર પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં 11 થી 13 મે દરમિયાન પાંચ જગ્યાએ ન્યુક્લિઅર એક્સપ્લોઝન કરાયા હતા. આ મિશનના વડા હતા ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ અને ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા.

આ મિશનની ડિઝાઈન, ટેસ્ટીંગ તથા બોમ્બ માટેના ઘટકો DRDOની ત્રણ લેબોરેટરીઝ દ્વારા તૈયાર કરાયા હતા. બોમ્બનું ટ્રાન્સપોર્ટ આર્મી ટ્રક્સ મારફતે કરાયું હતું. આ રીતે ભારતીય વૈજ્ઞાનિકો, એન્જિનયર્સ અને આર્મી ઑફિસર્સના સંયુક્ત સાહસથી ઓપરેશન ‘શક્તિ 98’ પાર પડ્યું હતું. 11મી તારીખે જ્યારે પરમાણુ પરીક્ષણ થયું ત્યારે આખી દુનિયા દંગ રહી ગઈ હતી.

અમેરિકાની ઇન્ટેલિજન્સ સંસ્થા CIA તથા અન્ય દેશોની તે નાકામ હાર હતી, કેમકે આખું મિશન ભયંકર રીતે ગુપ્ત રખાયું હતું. અમેરાકીનું બેબાકળાપણું અને ગભરાટ છતા થઈ ગયા હતા. ત્યારથી ભારતમાં 11 મેને ‘નેશનલ ટેક્નોલૉજી ડે’ તરીકે યાદ રાખવામાં આવે છે.

આ દિવસ આપના રોજિંદા જીવનમાં વિજ્ઞાનની મહત્વપુર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડે છે અને વિદ્યાર્થીઓને કારકિર્દી વિકલ્પ તરીકે વિજ્ઞાનને અપનાવવા પ્રોત્સાહિત કરે છે. દર વર્ષે વિજ્ઞાન અને ટેક્નોલૉજી મંત્રાલય દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી માટે વિવિધ તકનીકી સંસ્થાઓ, ઈજનેરી કોલેજોમાં વિવિધ ઇવેન્ટ્સ ગોઠવવામાં આવે છે. પ્રેઝેંટેશન, ક્વિઝ, ભાષણો જેવી સ્પર્ધાઓ પણ યોજવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા વ્યક્તિઓ તેમજ કંપનીઓએ વિજ્ઞાન ક્ષેત્રે આપેલ યોગદાન માટે નેશનલ ટેક્નોલૉજી એવોર્ડ આપવામાં આવે છે.

ભારતના વિકાસ માટે અને વિજ્ઞાન અને ટેક્નોલોજીના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે નેશનલ ટેક્નોલૉજી દિવસ શ્રેષ્ઠ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે. આપણે પણ એમાં જોડાઈને આપણું યોગદાન આપી શકીએ. એ માટે….

  • માતાપિતાએ તેમના બાળકોને ભારતના વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિકો અને તેમની શોધ વિશે માહિતગાર કરવા જોઈએ.
  • બાળકોને તેમની શાળા કોલેજોમાં યોજાયેલ વિજ્ઞાનમેળાઓ, પ્રોજેક્ટ્સ અને ક્વિઝમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
  • દેશના લોકોએ રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્દ્ર, નેહરૂ પ્લાનેટેરિયમ જેવા વિજ્ઞાન અને ટેક્નોલોજીના સંગ્રહાલયોની મુલાકાત લેવી જોઈએ.

Happy National Technology Day!!!

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!