10 નાપાસ હેકર વિદ્યાર્થીના ક્લાઈન્ટ લીસ્ટમાં અંબાણી અને ટાટા પણ છે સામેલ!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આપણા ગુજરાતનું ગૌરવ  એટલે  મનન શાહ જેનું નામ  ટોપ 10 હેકર્સમાં બોલાય છે , અને ગિનીસ બુક ઓફ  વર્લ્ડમાં પણ પોતાનું નામ નોધાવી ચૂક્યો છે, એસએસસી ડ્રોપ આઉટ આ વિધાર્થીનું નામ આજે ટોચના  હેકર્સમાં બોલાય છે, ત્યારે ચાલો જાણીએ આપણે આજે મનન શાહની હેકર બનવાની સફરને…..

આજે અમે આપને જણાવીશું કે મનન માત્ર 24 વર્ષની ઉંમરમા આ મુકામ હાસિલ કરી લીધું છે. મનનની લાઈફમાં હેકિંગએ  એની લાઈફનો એક ભાગ છે , 14 વર્ષની ઉમરથી મનનને ભણવા કરતાં વધુ રુચિ કોમ્પુટરમાં હતી , અને તેનું ધ્યાન પણ વધુ હેકિંગમા જ પડતું આ થી તેમના માતા –પિતાએ પણ તેમનો સાથ આપ્યો અને તેમના પિતાએ તેને એક કોમ્પ્યુટર ગિફ્ટ આપ્યું. આ પછી તો બસ મનનનું ધ્યાન માત્ર કોમ્પ્યુટરમાં  જ રહેતું અને તેને જ પોતાનું લક્ષય બનાવી લીધું.  તેમની રુચિ કોમ્પ્યુટર સોફ્ટવેરે અને પ્રોગર્મીગમા વધુ હતી આથી તેમને તેનું એસએસસી ડ્રોપ આઉટ કરીને પોતાનું કરિયર હેકિંગમાં  બનાવાનું નક્કી કર્યું. સમય જતાં 16 વર્ષની ઉંમરે મનને બ્લેક એક્સપી નામના કેટલાક વર્ઝન બનાવ્યા અને દુનિયામાં 2 કરોડ વાર તેને ડાઉડલોડ કર્યું.

આ પછીતો મનનનો આત્મવિશ્વાસ વધી ગયો અને ખુદની ફોરમ  વેબ સાઇટ તૈયાર કરીને હેકિંગ પર બ્લોગ લખવાનું શરૂ કર્યું,18 વર્ષની ઉંમરે મનનું નામ દેશના ટોપ  એથીકલ હેકર્સમાં તેનું નામ સામિલ થઈ ગયું. 19 વર્ષની  ઉમરે તેનું નામ ગિનિસ બુકમાં ઓવરલોકિગપીસી વિન્ડોઝ બ્લેક એક્સપી માટે તેંમનું નામ નોધાયું. મનનએ ગુજરાત, રાજસ્થાન પુલિસ, રક્ષા મંત્રાલય , સીબીઆઇ , એરપોર્ટ , સરકારીઓ ઉપ્ક્ર્મો , બૅન્કઑને  સાઇબર હુમલાઑ થી બચાવ્યું છે.

આ સાથો સાથ મનનએ બોલિવુડ ફિલ્મોને પાઇરસી (બનાવટી પ્રિન્ટ)થી બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. તાજેતરમાં સરકારે બજેટમાં પાઇરસીને અટકાવવા એન્ટિટી કેમકોર્ડ રેગ્યુલેશનને સિનેમેટોગ્રાફી એક્ટમાં સમાવવામાં આવ્યો છે.બોલિવુડની ફિલ્મોમાં એન્ટિ પાઇરસી માટે ગેરંટેડ કામ કરતા સાઇબર ક્રાઇમ એક્સપર્ટ તરીકે મનન દેસાઇ અલગ ઓળખ ધરાવે છે. આજે મનન મોટી કંપનીઑને સિકયુરટી પૂરી પાડે છે.

View this post on Instagram

New #photoshoot for___ Style! ? #Geeky #Nerdy #throwback

A post shared by Manan Shah (@mananshahofficial) on

મનન ફિલ્મ રિલીઝ થતાં પહેલાં તેના ડિજિટલ રાઇટ્સ મેળવી લે છે. ત્યાર બાદ ફિલ્મ રિલીઝના ૨૪ કલાક સુધી મનનની ટીમ દ્વારા ઓનલાઇન મોનિટરિંગ કરાય છે. આમ મનને બોલીવૂડની ફિલ્મોને પાઇરસીથી બચાવાનું કામ શરૂ કર્યું અને તેને મોબાઇલ દ્વારા ફિલ્મનું રેકોર્ડિંગ કરીને એની ડુપ્લિકેટ કોપી તૈયાર કરાય છે એમ જણાવતાં મનન શાહે કહ્યું હતું કે ‘આથી ફિલ્મના ડાયરેક્ટરોને જંગી આર્થિક ફટકો પડે છે.

મનને  ઘણી બોલિવૂડની ફિલ્મો અને ગુજરાતી ફિલ્મોને  પાઇરિસીથી બચાવી છે. ફિલ્મોની હજારો ડુપ્લિકેટ કોપીઓ અલગ-અલગ વેબસાઇટ પર મૂકાય છે. શક્ય એટલી વેબસાઇટ પરથી જે-તે લિન્કને ૨૪ કલાકમાં ડિએક્ટિવેટ કરી નાખે છે અને ક્યારેક તો લિન્ક એટકિવ થયાની ૩૦ મિનિટમાં જ ડિએક્ટિવેટ કરી દેવાઈ છે.’

મનન કહે છે કે આ માટે અમે સિક્યોરિટી કમાન્ડ સેન્ટર ઊભું કર્યું છે અને જે વ્યક્તિ ફિલ્મની પાઇરસીનો પ્રયત્ન કરે છે તેનું નામ અને વેબસાઇટ ફિલ્મમેકર સુધી પહોંચાડી દેવાય છે. ભારત સરકારનો ટેલિકોમ્યુનિકેશન વિભાગ પણ આ સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલો હોય છે.’મનન અને તેની ટીમ યાહુ ઇન્ડિયા, ગૂગલ ઇન્ડિયા, નોકિયા, બ્લેકબેરી, ઇન્ડિયન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, આર્મી, મહારાષ્ટ્ર પોલીસ, ગુજરાત પોલીસ, સીબીઆઇ, બેન્ક ઓફ બરોડા, ઓએનજીસી, આઇસીઆઇસી-આઇ, પેપ્સિકો, ટાટા, રિલાયન્સ, વોડાફોન, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને સાઇબર સિક્યોરિટી પૂરી પાડી છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!