કહેવાય છે કે લગ્નનો લાડવો જે ખાય એ પણ પસ્તાય અને જે ના ખાય એ પણ પસ્તાય. જો કે આજે અમે તમને બોલિવુડના એવા દસ અબીનેતા વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમને લગ્નનો લાડુ નથી ખાધો તો પણ એમની લાઈફ બિન્દાસ અને મસ્ત જીવી રહ્યા છે. તેમને તેમના લગ્નની બિલકુલ ચિંતા નથી. તેઓ બસ તેમની લાઈફમાં જ એટલા મસ્ત રહે છે કે એમને જોતાં જ લાગશે કે એ એમની લાઈફમાં ખૂબ જ ખુશ છે. તો ચાલો જાણી લઈએ એ અભિનેતા વિશે વધારે.
ડીનો મોરીયા :
View this post on Instagram
રાજ ફિલ્મના મશહૂર બોલીવુડ એક્ટર ડીનો મોરિયા (42) ની કિસ્મત ,કરિયર અને પ્રેમ બહુ જ ખરાબ રહ્યા. બોલિવુડમાં તેમનું કરિયર તો ડૂબી જ ગયું પરંતુ તેમના લગ્નનું પણ કોઈ ઠેકાણું નથી. ડીનોએ બિપાશા બસુથી લઈને લારા દત્તા સુધીની અભિનેત્રીઓને ડેટ કરી પરંતુ તેમના લગ્નની વાત કોઈ સાથે આગળ ચાલી નહી.
રાહુલ ખન્ના :
View this post on Instagram
વિનોદ ખન્નાના દીકરા રાહુલ ખન્ના 47 ના થઈ ગયા પણ હજી કુંવરા જ બેઠા છે, ફિલ્મોમાં પણ કોઈ નામ મોટું નથી કર્યું.જો કે તેનો લૂક જ છોકરીને ખેંચી લાએ એવો છે આજે પણ.
અક્ષય ખન્ના :
View this post on Instagram
પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતનાર આ અભિનેતા પણ પોતાના ભાઈ રાહુલની જેમ જ હજી કૂવારા છે. 44 ની ઉંમરે પહોંચેલ અક્ષયને લગ્નમાં કોઈ જ દિલચસ્પી નથી. તે કહે છે કે લગ્ન પછી બાળકોની જવાબદારીથી મને દર લાગે છે.
સલમાન ખાન :
View this post on Instagram
હવે સલમાન વિષે શું બોલવું? એમના લગ્નની રાહ જોતા જોતાં એમના ફેંસ જ વૃદ્ધ થઈ ગયા પરંતુ એ હજી યુવાન જ રહ્યા છે. 53 ના થઈ ચૂકેલ સલમાન ક્યારે લગ્ન કરશે એ જ એજ રહસ્ય બની ગયું છે.
કરણ જોહર :
View this post on Instagram
બોલીવુડના મશહુર ડાયરેક્ટર અને પ્રોડ્યુસરની કરણ જોહર 47ના છે અને તેમના લગ્નનો તેમણે કોઈ ઇરાદા નથી. જો કે લગ્ન કર્યા વગર બે બાળકોના પિતા છે. તે સેરોગેસીના માધ્યમથી પિતા બન્યા છે.
રણદીપ હુડા :
View this post on Instagram
રણદીપ હુડાએ બોલીવુડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી. 43 ના રણદીપ હુડા સુસ્મિતા સેન અને નીતુ ચંદ્રા સાથે ડેટ કરી ચૂક્યા છે. જો કે તેમની વાત લગ્ન સુધી તો ના જ પહોંચી. જો કે હાલ તે તેમની કરિયરને ટોચ પર કેમ લઈ જવી એના વિશે જ વિચારી રહ્યા છે.
ઉદય ચોપડા :
View this post on Instagram
યશ ચોપડાના દીકરા ઉદય (46) ‘ધૂમ’ સિરીઝથી વધારે ફેમસ થયા. તે સુષમા સેન અને નર્ગિસ ફકરીને ડેટ કરી ચૂક્યા છે. પરંતુ લગ્નની વાતમાં જામ્યું નહી.
રાહુલ બોસ :
View this post on Instagram
જ્યારે રાહુલ બોસ 52 થયા પછી પણ હજી કુંવારા છે. રાહુલને લગ્નમાં કોઈ વિશ્વાસ નથી. તેઓ કહે છે કે જિંદગીમાં સેટ થવા માટે અને પ્રેમ પામવા માટે લગ્ન કરવા ફરજયાત નથી.
સાજિદ ખાન :
View this post on Instagram
બોલિવુડના ડાયરેક્ટર સાજિદ ખાનનું ઘણી એક્ટર્સ સાથે અફેર રહ્યું છે. એમાં જેકલીન ફર્નાન્ડિસનું પણ નામ સામેલ છે.જો કે 48 ની ઉંમરે પહોંચેલ સાજિદને લગ્ન કરવાનો હજુ કોઈ મૂડ નથી.
તુષાર કપુર :
View this post on Instagram
42 વર્ષના તુષારે પણ હજી સુધી લગ્ન નથી થયાં.જો કે સરોગસીના માર્ગથી તે બે સંતાનનો પિતા બની ચૂક્યો છે.
Comments
ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?
આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!